વડોદરા: શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિ લંડનમાં રહેતા તેમના દીકરાને મળવા માટે નિકળ્યા હતા.
પહેલીવાર વિઝા મળ્યા હોવાથી દીકરાને મળવા લંડન જવા નીકળ્યા હતા.તેમના પતિ રાજેન્દ્ર ભાઈ અને નાનો પુત્ર અમદાવાદ એરપોર્ટ પરથી મૂકીને અમદાવાદ વડોદરા હાઈવે પર નડીયાદ પાસે પહોંચ્યા પછી પ્લેન ક્રેશની માહિતી મળી હતી.આ ઘટનાની જાણ થતાં તેઓ અમદાવાદ પરત ગયા હતા. તેમની સ્થિતિ અંગે પરિવારજનો પણ હાલ અજાણ છે.પરિવારજનો ચિંતામાં છે, વડોદરા થી તેમનો પરિવાર અને સંબંધીઓ અને મિત્રો અમદાવાદ પહોંચ્યા હોવાની વિગતો મળી છે.
Reporter: admin







