વડોદરા : મેડિકલ ક્ષેત્રે જવા માત્ર ધોરાણ 12 પાસ વિધાર્થીઓ માટે યોજાતી નિટની પરીક્ષા આજે દેશભરમાં યોજાઈ રહી છે.

ત્યારે વડોદરા ખાતે વિવિધ સેન્ટર પર આજે લેખિત પરીક્ષા યોજાઈ હતી. વડોદરા અને બહારગામથી આવતા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમબીબીએસના અભ્યાસ માટેના પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી હેઠળ દેશભરમાં યોજાતી નિટની પરીક્ષા વડોદરામાં યોજાઈ હતી. 5 કોલેજ સહિત વિવિધ 17 શાળાઓમાં 6200થી વધુ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપી રહ્યા છે.

વડોદરામાં મોટાભાગની સરકારી કોલેજો અને શાળા ખાતે નીટની એક્ઝામ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર 300થી 500 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.વડોદરા શહેરમાંથી અંદાજે 7000 જેટલા પરીક્ષાર્થીઓ નીટની પરીક્ષા આપી ડોક્ટર બનવાના પ્રયાસ કરશે. પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ સરકારી કોલેજ અથવા ખાનગી કોલેજમા એમબીબીએસ નો અભ્યાસ કરી શકશે.



Reporter: admin







