પોરબંદર :ગુજરાતનો દરિયાકાંઠો નશીલા પદાર્થોની હેરાફેરી માટે મોટુ હબ બની ગયો છે. ફરી એક વખત પોરબંદરના દરિયામાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ઓપરેશન દરમિયાન 500 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. આ ડ્રગ્સનો જથ્થો હાલ પોરબંદર પોર્ટ પર લાવવામાં આવશે.ગુજરાતનો દરિયાકાંઠો ફરી એક વખત વિવાદમાં આવ્યો છે.
આ વખતે ગુજરાતના પોરબંદરના દરિયામાં બોટમાં ડ્રગ્સ આવતું હોવાની બાતમી દિલ્હી NCBની ટીમને મળી હતી. જેના આધારે દિલ્હી NCBની ટીમે નેવીનો સંપર્ક કરીને એક ઓપરેશન મોડી રાતે હાથ ધર્યું હતું.
Reporter: admin