જૈન સાધુ સાધ્વી ભગવંતો ચાતુર્માસના ચાર મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરી પોતાના આત્માનું અને સંઘમાં આરાધનાઓ કરાવતા હોય છે. કાર્તિક સુદ પૂનમથી આઠ મહિના માટે વિહાર શરૂ થશે.
જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય પુર્ણચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સવારે ઉપાશ્રયમાં ૬.૧૫ કલાકે શત્રુંજયનો પટ જુહારી ૨૧ ખમાસમણાની વિધિ કર્યાબાદ ૭ વાગે ચતુર્વિધ સંઘ સાથે વાજતેગાજતે ચાતુર્માસ પરિવર્તન માટે લાભાર્થી નગીનદાસ ચુડગર પરિવાર સુંદરવન સોસાયટી ખાતે પહોંચ્યો હતો અને આચાર્ય ભગવંતે માંગલિક વ્યાખ્યાન ફરમાવ્યું હતું એમ જૈન સંગીતકાર જયેશ ચુડગર અને અજીત ચુડગરે જણાવ્યું હતું.ત્યારબાદ ઉપાશ્રય પરત આવી નવકારશી કરાવવામાં આવશે.વધુ માં અલકાપુરી જૈન સંઘ ના પ્રમુખ CA હિંમતભાઈ જણાવ્યું હતું કે આજે સાંજે ચાર વાગે અલકાપુરી સંઘ ગાય સર્કલથી વાલવોડનો છરી પાલિત સંઘ વાસ્તવિક વાજતે ગાજતે આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરીશ્વરજી મહારાજા આદિ ઠાણા તથા સાધ્વીજી ભગવંતો સહિત ચતુર્વિધ સંઘ શુભ મુહૂર્તમાં પ્રયાણ કરશે.
દરમિયાનમાં આ છરી પાલિત સંઘના એક લાભાર્થી એવા ભુપેન્દ્રભાઈ કોઠારી એ જણાવ્યું હતું કે આજે ના પહેલા દિવસનું રાત્રી રોકાણ ગોત્રી કરવામાં આવશે અને પછી ઉમેટા, કિંખલોડ થઈ ૧૮મી તારીખે વાલવોડ તીર્થ ખાતે નગર પ્રવેશ કરશે અને ત્યારબાદ સંઘ માળનો કાર્યક્રમ યોજાશે.આજના કાર્યક્રમમાં સમસ્ત જૈન સંઘ ના મહામંત્રી ઉરેશ કોઠારી, દિલિપભાઈ ઝવેરી , યુનિવર્સિટી ના પુર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણિતા જૈન અગ્રણી દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, પ્રશાંતભાઈ શાહ,JRD શાહ,દિલેશ મહેતા , મધુભાઈ વૈદ્ય સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin