News Portal...

Breaking News :

40 થી વધુ અંધજનો અને તેમના પરિવારને સ્નો સિટીની મુલાકાત નિ:સહાય માનવસેવા સંઘ અને શ્રીહરિ સેવા ટ્રસ્ટ એ કરાવી

2025-05-28 16:05:07
40 થી વધુ અંધજનો અને તેમના પરિવારને સ્નો સિટીની મુલાકાત નિ:સહાય માનવસેવા સંઘ અને શ્રીહરિ સેવા ટ્રસ્ટ એ કરાવી


વડોદરા : નિ:સહાય માનવસેવા સંઘ દ્વારા અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ સૌજન્યથી 40 થી વધુ અંધજનો અને તેમના પરિવારને સ્નો સીટીની મુલાકાત કરાવી હતી.



વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી અવિરત પણે સેવા આપતી સંસ્થા ની સહાય માનવ સેવા સંઘ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કરવામાં આવે છે તેમજ વિવિધ ક્ષેત્રે ની સહાય લોકોનું સેવા પણ તેમના દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે આજરોજ નિ:સહાય માનવસેવા સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ વડોદરા ખાતે આવેલ સ્નો સીટીની 40 થી વધુ અંધજનો તેમાં તેમના પરિવાર સ્નો સિટી ની મુલાકાત નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ સુંદર આયોજનમાં સ્નો સિટીના સંચાલક હરીશભાઈ કટારીયા દ્વારા તેમજ તેમના સ્ટાફ દ્વારા ખૂબ જ સારો સાથ સહકાર આપી એક અનોખો અનુભવ આ તમામ અંધજનોને કરાવ્યો હતો 



તેમજ અંધજનો પણ આ સ્નો સિટીની સુંદર આયોજન નો લાભ લઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા તેમજ અંધજનોના  અનુભવો વિશે વિશે પૂછતા તેમને જણાવ્યું કે અંધજનો ક્યારે સીમલા કે મનાલી તો જઈ નથી શકતા પરંતુ આ સુંદર આયોજન થકી તેમને આ લ્હાવો અહીંયા મળ્યો હતો જેનાથી તેઓ ખૂબ ખૂબ જ પ્રફુલ્લિત ઉત્સાહી અને આનંદિત થયા હતા અને નિ:સહાય માનવસેવા સંઘ તેમજ શ્રી હરિ સેવા ટ્રસ્ટનો તેમજ સનો સીટીના સંચાલકોનો અને સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવી આભાર પણ વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post