વડોદરા : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાઈ છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી છે. આણંદનાં વાસદ પાસે દુર્ઘટના બની હતી.
અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત રાજ્યમાંથી પસાર થતા તમામ બ્રિજનું કામ પુર્ણ થઈ ગયું છે. માહિતી અનુસાર, મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના નિર્માણમાં જાપાન સરકાર પણ મદદ કરી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી અમદાવાદ અને મુંબઈ વચ્ચેનું 508 કિલોમીટરના અંતર માત્ર 2 કલાકમાં જ કાપી શકાશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં એન્જિનિયરિંગનો અદભુત કમાલ પણ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 12 નદીઓ પર રેલવે પુલના કામ પુર્ણ થઈ ગયા છે. જેમાં 20 પૈકી 9 રેલવે બ્રિજ વાપી અને સુરત નદી પરના પુલોની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો પુલનો પ્રોજેક્ટ 29 ઓક્ટોબરના રોજ પૂર્ણ કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે.
Reporter: admin