દાહોદ: જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે લગ્નનો હરખ શોકમાં ફેરવાયો છે. ગામમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 200થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થઈ છે.
આ પ્રસંગમાં 1000થી વધુ મહેમાનો આમંત્રિત હતા.જમ્યા બાદ લોકોની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર હાલત ધરાવતા દર્દીઓને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે અન્ય લોકોને સ્થાનિક ખાનગી હોસ્પિટલ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ગરબાડાના ડોક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફની ટીમ અભલોડ ખાતે ખડેપગે છે.
Reporter: admin







