News Portal...

Breaking News :

અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવેલી ૧૯ લાખથી વધુ રહેણાંક તથા ૬.૫૦લાખ કોમર્શિયલ મિલકતોને યુનિક નંબર આપી ઓળખ અપાશે

2025-04-05 11:16:07
અમદાવાદ કોર્પોરેશનની હદમાં આવેલી ૧૯ લાખથી વધુ રહેણાંક તથા ૬.૫૦લાખ કોમર્શિયલ મિલકતોને યુનિક નંબર આપી ઓળખ અપાશે


અમદાવાદ : જીઆઈ સિસ્ટમ ટેક.નો ઉપયોગ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલી ૧૯ લાખથી વધુ રહેણાંક તથા ૬.૫૦ લાખ કોમર્શિયલ મિલકતોને યુનિક નંબર આપી ઓળખ અપાશે. 

શહેરમાં આવેલી તમામ મિલકતોનું ડ્રોનથી સર્વે કરાવી ડ્રોન ઈમેજ તૈયાર કરાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરીજનોને અપાતી ડોર ટુ કોન્ટ્રાકટથી વેસ્ટ કલેકશન, પ્રોપર્ટી ટેકસ , ફાયર સેફટી સહીતની સેવાઓને આવરી લેવાશે.દરેક મિલકત આગળ યુનિક  નંબર અપાશે.ડોર ટુ ડોર કર્મચારીઓએ જે તે મિલકતમાંથી કચરો ઉપાડયો હોવાનુ પુરવાર કરવા મિલકત આગળ લગાવાયેલા કયુ.આર.કોડને સ્કેન કરવો પડશે. મિલકત વિશેની માહીતી એક કલીક ઉપર મળી શકશે.


દેશમાં વારાણસી અને ગોવા ખાતે આવેલી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોને જીયોગ્રાફિકલ ઈન્ફ્રમેશન સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીજીટલ મોડ ઉપર મુકવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ શહેરમાં આવેલી રહેણાંક તથા કોમર્શિયલ મિલકતોના રેકર્ડસનું ડિજીટલાઈઝેશન કરવા નિર્ણય કર્યો છે.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહયુ,શહેરમાં આવેલી મિલકતોના ડ્રોનથી સર્વે કરી મિલકતોનું મેપીંગ કરવા સહીતની અન્ય કામગીરી કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રીકવેસ્ટ ફોર પ્રપોઝલ મંગાવવામાં આવશે.તમામ મિલકતોનો ડોર ટુ ડોર સર્વે કરાશે.કારપેટ એરીયાથી  મિલકતોનુ માપ લેવા,તેના જીઓ ટેગ કરેલા ફોટા લેવા,વીજ તથા પાણી જોડાણ થી લઈ મિલકત સંબંધી તમામ માહીતી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મિલકતના આપવામાં આવેલા ટેનામેન્ટ નંબરના આધારે ડિજીટલ મોડ  ઉપર મુકાશે.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે, અમદાવાદની તમામ મિલકતોને જીઓ ટેગથી આવરી લેવાની વાત સત્તાધારી પક્ષ માત્ર વાહવાહી મેળવવા  માટે કરે છે.

Reporter: admin

Related Post