News Portal...

Breaking News :

હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા

2026-04-14 09:51:07
હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા



દિલ્હી : ઈસ્લામાબાદમાં થયેલી શાંતિ વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન વિરુદ્ધ 'ઓપરેશન બ્લોકેડ' શરૂ કરી દીધું છે. 

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અરબ સાગર અને હોર્મુઝની ખાડીમાં અમેરિકી નૌકાદળના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરવામાં આવ્યા છે. આ નાકાબંધીમાં અમેરિકાના અત્યાધુનિક સ્ટીલ્થ ફાઈટર જેટ્સ F-35B આકાશમાંથી ઈરાની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, USS ત્રિપોલી (LHA 7) ને ખાસ કરીને હવાઈ હુમલા અને નાકાબંધી માટે અરબ સાગરમાં ઉતારવામાં આવ્યું છે. 

આ જહાજ પરથી 20થી વધુ F-35B જેટ્સ ઉડાન ભરી શકે છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ માત્ર ઈરાનના બંદરો સાથે જોડાયેલા જહાજોને જ રોકશે, જ્યારે અન્ય દેશોના જહાજો માટે હોર્મુઝનો રસ્તો ખુલ્લો રહેશે.

Reporter: admin

Related Post