એમ એસ યુનિવર્સિટીમાં વડોદરાના શહેરીજનોની રેલી યોજાયા બાદ રાજ્ય સરકારે એની ગંભીર નોંધ લીધી હતી. લોકોના વિરોધ વંટોળને ડામવા માટે સરકારે તાત્કાલિક ધોરણે એમ એસ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવાનો હુકમ કર્યો હતો.
મોડીસાંજે વાઈસ ચાન્સેલરે પત્રકારોને જણાવ્યુ હતુ કે, એમ એસ યુનિવર્સિટીની પ્રથમ તબક્કાની એડમિશન પ્રક્રિયામાં કોમર્સમાં કુલ ૪૧૦૦ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા. જોકે, એમાં બધા જ એડમિશન લઈ લે એવુ શક્ય નથી એટલે કેન્સલ થયેલી સીટો પર પણ વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન અપાશે. ઉપરાંત, વડોદરાના ૧૪૦૦ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ અપાશે.
...
Reporter: News Plus