મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર શ્રીરંગ આયરે તેમના મતવિસ્તારના નાગરિકોની સમસ્યાને વાંચા આપી હતી. રાજકોટમાં ગેમ ઝોન ખાતે આગની ઘટના બાદ તંત્ર એ કોઈ દુર્ઘટના ન થાય તે માટે કાર્યવાહીઓ શરૂ કરી છે ત્યારે શ્રીરંગ આયરે મત વિસ્તારમાં આવતાં ગુજરાત હાઉસિંગ બોર્ડ ના 2000 જેટલા મકાનોની નિર્ભયતાની નોટિસ નો મામલો સભામાં ઉઠાવ્યો હતો. તેઓએ સભાના ફ્લોર પર જણાવ્યું હતું કે નેશનલ બિલ્ડીંગ કોડ ના મુજબ 75 વર્ષ સુધી સ્ટેબિલિટી ની લિમિટ બતાવવામાં આવે છે આ સાથે પીડબ્લ્યુડીના SOR મુજબ પણ 75 વર્ષનું લિમિટ હોય છે છતાં માત્ર 20 વર્ષ નો સમય થયો છતાં નિર્ભયતા ની નોટિસ આપવામાં આવે છે લોકો ક્યાંક વ્યથીત છે દુઃખી છે કોઈને ફાયદો પહોંચાડવા માટે આ થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે એક સાથે મકાનોને ખાલી કરવા કે પછી તેનું પાણી અથવા ડ્રેનેજ કનેક્શન કાપવું તે યોગ્ય નથી લોકો મેન્ટેનન્સ કરી રહ્યા છે ત્યારે આ મામલે તંત્ર વિચારે તેમ ધારદાર રજૂઆત કરી હતી તેમની આ રજૂઆતને અનેક કોર્પોરેટર એ સહમતિ સાથે સુર પુરાવ્યો હતો.
વિઘ્નહર્તા ગણેશજીનો જ્યારે તહેવાર આવી રહ્યો છે ત્યારે શહેરમાં ગણેશ ઉત્સવને લઈને પોલીસે પ્રસિદ્ધ કરેલા જાહેરનામા બાબતે પણ વડોદરા મહાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર નવના ભાજપના યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરે પોતાની લાગણી વ્યક્ત કરી હતી, આરાધ્યદેવ ગણેશજીના ઉત્સવમાં આ પ્રકારની હાઇટ સહિત ની પાબંદી બાબતે મેયર પિન્કીબેન સોનીએ પોલીસ કમિશનરનું ધ્યાન દોરવું જોઈએ અને આ નિયમો અંગે તંત્ર ફરી વિચારે તેમ તેમણે સભાના ફ્લોર પરથી જણાવ્યું હતું ગણેશ ઉત્સવ માટે રેલી યોજવી પડે તે કેટલું યોગ્ય તેવા અનેક સવાલો ઉભા કર્યા હતા. કેમ માત્ર ગણેશ ઉત્સવ, દશામાં જેવા હિન્દુ તહેવારોમાં જ પાબંધી લાદવામાં આવે છે તેઓ પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમના આ મુદ્દે ભાજપના કોર્પોરેટર મનીષ પગાર કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુર્વે, જહા ભરવાડ , કોર્પોરેટર અલ્પેશ લીમ્બાચીયા સહિતના કોર્પોરેટરો એ પણ સમર્થન આપતા સુર પુરાવ્યો હતો.
વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહેરના જ વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા છેલ્લા કેટલાક દિવસથી વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે. જેમાં આજે પૂર્વ વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા હતા. અને કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પણ કર્યો હતો. જેમાં મહાનગરપાલિકામાં સામાન્ય સભામાં ભાજપીઓ પૈકીના એક માત્ર સંવેદનશીલ કાઉન્સિલર આશિષ જોશીએ મસયુમાં પ્રવેશનો મુદ્દો સભામાં ઉઠાવ્યો આ દિવસ જોવા પ્રજાએ મત નહોતા આપ્યા..
Reporter: News Plus