51 શક્તિપીઠો પૈકીના એક શક્તિપીઠ અને સુપ્રસિદ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર અતિ પૌરાણિક ઐતિહાસિક અને અતિ ભવ્ય તેમજ વિશાળ મંદિરમાં વિરાજમાન મહાકાળી માતાજીના દર્શનાર્થે આજે શનિવારે ચૈત્રી નવરાત્રીના આઠમાં નોરતે એટલે કે ચૈત્રી આઠમને અનુલક્ષીને માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું

જેમાં આજે શનિવારે ચૈત્રી આઠમ નિમિત્તે વહેલી સવારે 4:00 વાગ્યાથી લઈને બપોરે 1:00 વાગ્યા સુધીમાં તો એક (1) લાખ ઉપરાંત માઈ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી હતી અને પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા જેમાં આજે યાત્રિકોનું ઘોડાપુર પાવાગઢ ખાતે ઉમટી પડતા પાવાગઢની તળેટીમાં ચાંપાનેરથી લઈ માચી અને ડુંગર પર મહાકાળી માતાજીના મંદિર પરિસર સુધી જ્યાં જુઓ ત્યા માનવ મહેરામણ ઊમટેલું જોવા મળ્યું હતું અને મહાકાળી માતાજીના જયકારાથી વહેલી પરોઢથી જ સમગ્ર યાત્રાધામ પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો જેમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન અને તેમાંય ખાસ કરીને આઠમના દિવસે પગપાળા માતાજીના મંદિરે પહોંચી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરવાનો અનેરો મહિમા અને આસ્થાભાવ હોઈ આજે શનિવારે ચૈત્રી આઠમ નિમિત્તે પગપાળા યાત્રાળુ સંઘો સાથે હજારોની સંખ્યામાં માઈ ભક્તો પાવાગઢ ડુંગર ખાતે પહોંચ્યા હતા

જેમાં ચૈત્રી આઠમને લઈને પાવાગઢ ખાતે ભારે આસ્થા અને શ્રદ્ધાભાવ સાથે પગપાળા ચાલીને આવતા યાત્રિકોની સંખ્યા હજારોમાં હોઇ ગઈકાલે શુક્રવારે સાંજથી જ યાત્રાધામ પાવાગઢ તરફ આવતા તમામ હાઇ-વે માર્ગો પર પગપાળા માતાજીના રથ સાથેના યાત્રાળુ સંઘો તેમજ અનેક ગ્રુપો બનાવી ગુજરાતના ખૂણે ખાંચરેથી અનેક કિલોમીટરનું પગપાળા અંતર કાપી પગપાળા ચાલીને આવતા યાત્રાળુ સંઘોમાં સામેલ હજારો માઈ ભક્તોની હાજરીથી તમામ હાઇ-વે માર્ગો ઉભરાઈ ઊઠ્યા હતા અને શુક્રવારે સાંજેથી શનિવારે મધ્યરાત્રી સુધી તમામ હાઇવે માર્ગો પર યાત્રિકોની ધમધમાટ અને ચહલ પહલ જોવા મળી હતી અને સમગ્ર હાઇ-વે માર્ગો મહાકાળી માતાજીના જયકારાથી ગુંજી ઉઠ્યા હતા જેમાં શનિવારની મધ્યરાત્રી સુધીમાં તો હજારોની સંખ્યામાં યાત્રિકો ચાલતા પાવાગઢ ડુંગર ખાતે પહોંચ્યા હતા અને વહેલી પરોઢે મહાકાળી માતાજીના મંદિરના નીજ દ્વાર ખુલે તે પહેલાથી જ શ્રી મહાકાળી માતાજીના મંદિર પરિસર ખાતે લાંબી લાંબી શિસ્તબદ્ધ કતારોમાં માઈ ભક્તો ગોઠવાઈ ગયા હતા જેમાં વહેલી પરોઢે 4:00 કલાકે મહાકાળી માતાજીના મંદિરના નિજ દ્વાર મંદિર ટ્રસ્ટ દ્વારા ખોલી દેવામાં આવ્યા હતા જેમાં સૌ પ્રથમ મંદિરના પૂજારીઓ દ્વારા મહાકાળી માતાજીની આરતી કરવામાં આવી હતી જે બાદ યાત્રિકોના દર્શનનો શુભારંભ કરવામાં આવતા વહેલી પરોઢથી જ હજારો માઇ ભક્તોએ મહાકાળી માતાજીના દર્શન કરી માતાજીની પૂજા અર્ચના કરી પોતાની માનતાઓ બાધાઓ અને મનોકામનાઓ પૂર્ણ કરી માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા જેમાં આજે સવારથી બપોર સુધીમાં એક લાખ ઉપરાંત માઈ ભક્તો માતાજીના દર્શન માટે ઉમટી પડતા માં કાલિકા મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા તેઓનું સ્વાગત કરી સહુલત અને આરામ સાથે તમામ ભક્તો માતાજીના દર્શન કરી શકે તેવી સુચારું વ્યવસ્થા કરી માતાજીના દર્શન કરવામાં આવ્યા હતા જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ પાવાગઢ ખાતે માઈ ભક્તોની સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરવા માટે યાત્રાધામ પાવાગઢ ડુંગરથી લઈ માચી અને તળેટીમાં ચાંપાનેર ખાતે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી તમામ સ્થળે ચાંપતી નજર રાખવામાં આવી હતી જેમાં જિલ્લા અને પાવાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં મહિલા પુરુષ પોલીસ કર્મચારીઓ, એસઆરપીના જવાનોની ટીમ, હોમગાર્ડ સહિતની ટીમોએ સતત ખડે પગે ઉભા રહી સુરક્ષા સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણી કરી હતી.





Reporter: admin