News Portal...

Breaking News :

મૂડી'સે અદાણી જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ કરી

2024-11-22 09:34:57
મૂડી'સે અદાણી જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ કરી


મુંબઈ : અદાણી જુથના ચેરમેન ગૈૌતમ અદાણી તથા અન્ય સીનિયર અધિકારીઓ પર લાંચના આક્ષેપ બાદ રેટિંગ એજન્સી મૂડી'સે ગુરુવારે જણાવ્યું હતું કે, આવા આક્ષેપો જૂથની કંપનીઓ માટે ક્રેડિટ નેગેટિવ છે. 


''અદાણી જુથની જ્યારે અમે આકારણી કરીએ છીએ ત્યારે લિક્વિડિટીની જરૂરિયાતને પહોંચી વળવા જુથની કંપનીઓની મૂડી ક્ષમતા અને તેમની વહીવટી પદ્ધતિ પર અમે ખાસ ધ્યાન આપીએ છીએ'' એમ મૂડી'સ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.૨૬.૫૦ કરોડ ડોલરની રકમને આવરી લેતી  કથિત લાંચ અને ફ્રોડ  સ્કીમનો અદાણી જુથના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં આક્ષેપ મૂકવામાં આવ્યો છે. અમેરિકામાં પ્રોેસિકયુટર્સે દાવો કર્યો છે કે અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી તથા અન્ય છ પ્રતિવાદીઓએ સૌર ઊર્જા પૂરવઠા કરાર જેના થકી વીસ વર્ષમાં બે અબજ ડોલરનો નફો અપેક્ષિત હતો તે મેળવવા ભારત સરકારના અધિકારીઓને લાંચ આપી છે.દરમિયાન આ મુદ્દા બાબતે અદાણી બુલ જીક્યુજી પાર્ટનર્સ નિવેદન કર્યું છે કે, તે બહાર આવી રહેલી વિગતોની સમીક્ષા કરી રહ્યું છે અને પોર્ટફોલિઓસ માટે યોગ્ય જણાશે તેવા પગલાં લેવાશે.


ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ગ્રુપની છ વ્યક્તિઓ પર અમેરિકાની કોર્ટ દ્વારા કથિત લાંચ અને છેતરપિંડીના આરોપમાં દોષિત ઠેરવતાં ફરી અદાણી ગ્રુપ કંપનીઓના શેરોમાં રોકાણકારોનો વિશ્વાસ તળીયે જતાં ભાવોમાં મસમોટા ગાબડાં પડયા હતા. નામચીન અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ રિસર્ચ કંપની હિન્ડેનબર્ગ દ્વારા અગાઉ કરાયેલા આક્ષેપો સમયે અદાણી ગ્રુપ કંપનીઓમાં સર્જાયેલી વિશ્વાસની કટોકટીના કારણે શેરોમાં વેચવાલીના હેમરિંગે ગાબડાં પડયા બાદ ફરી શેરોમાં આજે કડાકો બોલાઈ ગયો છે. અદાણી ગ્રુપ કંપનીઓના શેરોના ભાવો આજે એક દિવસમાં ૨૩ ટકા સુધી તૂટયા છે. જેમાં સૌથી વધુ ઘટાડો અદાણી એન્ટરપ્રાઈસીઝનો શેર રૂ.૨૮૨૦.૨૦થી ૨૨.૬૧ ટકા તૂટીને રૂ.૨૧૮૨.૫૫ રહ્યો છે. અદાણી ગ્રુપની ૧૦ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં જ રૂ.૨,૧૯,૮૬૩ કરોડ ધોવાઈ જઈ રૂ.૧૨,૦૪,૫૫૫ કરોડ રહી ગયું છે.

Reporter: admin

Related Post