News Portal...

Breaking News :

મોહમ્મદ યુનુસે મંદિરમાં જઈને હિંદુઓને સુરક્ષાની ખાત્રી આપી

2024-08-16 10:02:09
મોહમ્મદ યુનુસે મંદિરમાં જઈને હિંદુઓને સુરક્ષાની ખાત્રી આપી


ઢાકા: બાંગ્લાદેશમાં બળવા બાદ રાજકીય આરાજકતા વચ્ચે હિન્દુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ બની રહી છે.


દેશમાં મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં નવી વચગાળાની સરકાર બનશે ત્યારે આવા હુમલાઓ અને અન્ય પ્રદર્શનમાં ઘટાડો થશે. પરંતુ, વચગાળાની સરકાર રચાયા બાદ પણ હુમલાઓ થઇ રહ્યા છે. મોહમ્મદ યુનુસ સતત શંતિની અપીલ કરી રહ્યા છે અને હિંદુ સમુદાયને રક્ષણ આપવાનું વચન આપ્યું છે.મોહમ્મદ યુનુસે વચગાળાની સરકારના વડા તરીકે શપથ લીધા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા સાઇટ X પર એક પોસ્ટ કરીને તેમને અભિનંદન આપ્યા અને ત્યાં હાજર હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની વાત પણ કરી. 


બાંગ્લાદેશ સરકારે વડાપ્રધાન મોદીની આ અપીલને ગંભીરતાથી લીધી છે. મોહમ્મદ યુનુસે મંદિરમાં જઈને કેટલાક હિંદુઓની સાથે બેસીને તેમની સ્થિતિ વિષે ચર્ચા કરી હતી, અને તેમને ખાતરી આપી હતી કે સરકાર તેમની સાથે છે.

Reporter: admin

Related Post