વડોદરા : ચોમાસાની ઋતુ દરમિયાન કુદરતી આપત્તિ સમયે પરિસ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની 17 ટીંમોએ મોકડ્રીલની કવાયત હાથ ધરી હતી.
ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી સંભવિત ચક્રવાત તથા ભારે વરસાદ જેવી કુદરતી આપત્તિ સમયે પરિસ્થિતિને તત્પરતા સાથે સફળતાપૂર્વક સંભાળવા એનડીઆરએફની 17 ટીમોએ મોકડ્રીલની કવાયત હાથ ધરી હતી. વડોદરા છઠ્ઠી બટાલિયન એનડીઆરએફની 11 ટીમોએ કોટણા બીચ ખાતે સફળતાપૂર્વ મોકડ્રીલ યોજ્યું હતું.
જેમાં નદીમાં બચાવની કામગીરી સહિતની બચાવને લગતી તથા તબીબી સારવારની ડ્રાઇવ યોજાઈ હતી. આ ઉપરાંત ગાંધીનગરની 3 ટીમોએ મહેસાણા , રાજસ્થાનની બે ટીમોએ અજમેર અને કોટા તથા સુરતની એક ટીમે બારડોલી ખાતે મોકડ્રિલ યોજી હતી.
Reporter: admin