વડોદરા : શહેર વોર્ડ નંબર 17 માં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના હસ્તે પેવર બ્લોક નું ખાત મુહૂર્ત કરાયું હતું.
વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્રલોક સોસાયટી ખાતે છેલ્લા ઘણા વર્ષોથી તૂટેલા ફૂટપાથને લઈ સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ચંદ્ર લોક સોસાયટીના રહીશોની જરૂરિયાત ને ધ્યાન માં લઇ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા આજરોજ પથ્થર નાખવાની કામગીરીનું ખાતમુરત કરવામાં આવ્યું હતું
જેમાં આ કામ રૂપિયા 2.50 લાખ ના ખર્ચે પથ્થર નાખવામાં આવશે આ ખાતમુહૂરત કાર્યક્રમમાં વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ સાથે સ્થાનિક નગરસેવકો અને સામે લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin