News Portal...

Breaking News :

ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત કથળતા હોસ્પિટલમાં દાખલ કરાયા

2025-04-29 09:57:35
ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત કથળતા હોસ્પિટલમાં દાખલ કરાયા


વડોદરાના સિનીયર ધારાસભ્ય યોગેશ પટેલની તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જોકે, તેમની તબિયત સુધારા ઉપર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.



માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલને બ્લડપ્રેશર અને ડાયાબિટીસ વધતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ આઈસીયુમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. તબીબોએ ધારાસભ્યની તબિયત હાલ સુધારા ઉપર હોવાનું જણાવ્યું હતું. પરિવારજનો, ભાજપા અગ્રણીઓ અને શુભેચ્છકો ખબર પૂછવા હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Reporter: admin

Related Post