શહેરના ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા માટે ડભોઇના ધારાસભ્ય શૈલેશ સોટ્ટાએ મુખ્યમંત્રીએ પત્ર લખ્યો છે.

તેમણે લખેલા પત્રમાં જણાવ્યું છે કે ડભોઇ વિધાનસભા મતવિસ્તારમાં આવતા વડોદરા શહેરમાં ઉમેરાયેલા ભાયલી વિસ્તારમાં હાલ ખુબ મોટી માત્રામાં વિકાસ થઇ રહ્યો છે. નવી સોસાયટીઓ, કોર્પોરેટર હાઉસ અને કોમર્શિયલ કોમ્પલેક્સ બની રહ્યા છે. તેની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ પણ અહીં બની છે.
આ યોજનાનો લાભ સમાજના દરેક વર્ગને મળે છે. જેથી આ આવાસ યોજનામાં તથા અન્ય જગ્યાઓ પર લઘુમતિ સમાજની વસતી વધી રહી છે જેના કારણે અન્ય સમાજના લોકો અહીં સ્થળાંતર કરવામાં સંકોચ અનુભવે છે જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય અને મિલકતોને લગતા પ્રશ્નો ઉભાના થાય તે માટે સમગ્ર ભાયલી વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા અંગત ભલામણ છે.
Reporter: admin