News Portal...

Breaking News :

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સંકલ્પભૂમિની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

2025-07-25 17:33:52
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ સંકલ્પભૂમિની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી


રાજ્ય સરકાર દ્વારા વડોદરાના કમાટીબાગ સ્થિત નિર્માણાધીન વિશ્વવિભૂતિ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીની સંકલ્પભૂમિ અને તેમાં બાંધવામાં આવી રહેલા સંકલ્પભવનની આજે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાએ મુલાકાત લીધી હતી અને વિકાસકાર્યોની સમીક્ષા કરીને જરૂરી સૂચનો આપ્યા હતા.


મંત્રીએ જણાવ્યું હતું કે, "આ સંકલ્પભૂમિ એવું પ્રેરણાસ્થળ બનશે જ્યાંથી ડૉ. બાબાસાહેબના જીવન સંદેશો અને તેમની વિચારધારાનું નવી પેઢી સમર્થન કરશે. આ સ્થળ માત્ર ઇતિહાસ નથી, પણ સમાજ માટે માર્ગદર્શક દીવારૂપ છે."તેમણે વધુમાં ઉમેર્યું કે, આ સંકલ્પભૂમિ એ જગ્યાએ આવેલી છે જ્યાંથી ડૉ. બાબાસાહેબે સમાજના ઉત્થાન માટે પોતાનું જીવન અર્પિત કરવાનો સંકલ્પ કર્યો હતો. 


આજે પણ આ ભૂમિ સમર્પણ અને સંકલ્પનું પાવન પ્રતિક છે."આ મુલાકાત દરમિયાન શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશ સોની, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, એડી. કલેકટર બી. એસ. પટેલ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ અને સામાજિક ન્યાય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter:

Related Post