પ્રાણી જીવ રક્ષક સંસ્થા દ્વારા સારવાર આપી વન વિભાગને સોપાયું

વડોદરા : પાદરા તાલુકા મા અનેક ગામોમા યાયાવર વિદેશી પક્ષીઓનું આગમન થયું હોય છે ત્યારે ગત રોજ પ્રાણી જીવ રક્ષક સંસ્થા ના હેલ્પલાઈન નંબર પર ચાણસદ ગામે થી એક પક્ષી ઈજાગ્રસ્ત થયું હોવાની જાણ થઇ હતી. પ્રાણી જીવ રક્ષક ના રોકી આર્ય વન વિભાગ ને જાણ કરી ચાણસદ ગામે પહોંચ્યા હતાં. અને વિદેશી ફ્લેમિંગો પક્ષીઈજાગ્રસ્ત હાલત મા મળી આવ્યું હતું જે પક્ષી ની પ્રાણી જીવ રક્ષક ટીમ દ્વારા સારવાર કરી વન વિભાગ ખાતે સોંપવામાં આવ્યું હતું ફ્લેમિંગો પક્ષી મુખ્યત્વે વેસ્ટઈંડિઝ , યુંકાટન , દક્ષિણ અમેરિકા ના ઉતર ભાગ મા અને આફ્રિકામાં રહે છે.

Reporter: admin







