News Portal...

Breaking News :

વોક વિથ હોપ પદયાત્રા દ્વારા યુવાનોમાં એકતા અને આત્મવિશ્વાસનો સંદેશ

2025-08-14 16:52:31
વોક વિથ હોપ પદયાત્રા દ્વારા યુવાનોમાં એકતા અને આત્મવિશ્વાસનો સંદેશ


બ્રહ્માકુમારી અટલાદરાની પ્રેરણાદાયી યુવા પદયાત્રા
વિશ્વ યુવા દિવસના અવસરે બ્રહ્માકુમારી અટલાદરા સેવાકેન્દ્ર દ્વારા “વોક વિથ હોપ” થીમ પર યુવા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 


પદયાત્રામાં લગભગ ૬૦ જેટલા યુવાનો તથા જ્ઞાન યજ્ઞ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.જ્ઞાન યજ્ઞ શાળાના આચાર્ય રાકેશ પંડ્યાજી, ઉદ્યોગપતિ અરવિંદભાઈ પંચાલ અને પ્રોફેસર દિલીપભાઈ ઠક્કરે સેવાકેન્દ્રથી પદયાત્રાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો. યુવાનો હાથમાં સાઇનબોર્ડ લઈને પરસ્પર એકતા અને આત્મવિશ્વાસનો સંદેશ આપતા આગળ વધ્યા હ્તા. 


રેલી પૂર્ણ થયા બાદ બ્રહ્માકુમારી ગીતા બહેને યુવાનોને સંદેશ આપ્યો કે પોતાનામાં વિશ્વાસ રાખવો, પોતાના મૂલ્યને ઓળખવું અને સંગઠનમાં એકતાની ભાવના વિકસાવવી એ પ્રગતિનો મૂળ મંત્ર છે. એકબીજાના મૂલ્યને સમજીને એકતાની શક્તિ દ્વારા ઉત્તમ સમાજના નિર્માણમાં યોગદાન આપવું જોઈએ. સેવા કેન્દ્રના ઇન્ચાર્જ બી.કે. ડૉ. અરુણા દીદીએ યુવાનોને શુભેચ્છાઓ પાઠવી હ્તી.

Reporter: admin

Related Post