ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર થઇ રહેલા પ્રાદેશિક આર્થિક આયોજનને મૂર્તિમંત કરવા સાત જિલ્લા કલેક્ટરઓનું મંથન
વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત બનાવવા માટેના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન દ્વારા તૈયાર થઇ રહેલા પ્રાદેશિક આર્થિક આયોજનને મૂર્તિમંત કરવા માટે ઉદ્યોગ કમિશનર પી. સ્વરૂપ દ્વારા આજે મધ્ય ગુજરાતના સાત જિલ્લાના કલેક્ટરઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વડોદરા ઉપરાંત ખેડા, આણંદ, મહિસાગર, દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર વિસ્તારમાં કેવા પ્રકારની આર્થિક ગતિવિધિઓને અવકાશ રહ્યો છે. આ અવકાશ માટે રાજ્ય સરકાર દ્વારા કેવા પ્રકારની ભૌતિક સુવિધાઓ ઉભી કરવી પડે એમ છે ? તે સહિતની બાબતો અંગે સંબંધિત જિલ્લાના કલેક્ટરઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિશદ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ ઉપરાંત હયાત ઉદ્યોગની આર્થિક પ્રવૃત્તિ, ઔદ્યોગિક ઉત્પાદનોના પ્રકાર, તેમાં વિસ્તરણની સંભાવનાઓ, રોજગારીની તકોનું નિર્માણ, પરિવહનની સુવિધાઓ સહિતની બાબતો અંગે પણ આ બેઠકમાં ઉદ્યોગ કમિશનર દ્વારા ચર્ચાઓ કરવામાં આવી હતી. ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને લગતી સુવિધાઓ, પાર્ક, ઇન્ડસ્ટ્રીયલ એરિયા સહિત વિષયો પણ આ બેઠકમાં ચર્ચાને સ્થાને સ્થાને રહ્યા હતા. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, વડોદરા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા સહિત મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓના કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin







