News Portal...

Breaking News :

શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાનીમા યુથ કોંગ્રેસ દ્વારા મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું

2025-06-10 09:51:07
શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની આગેવાનીમા યુથ કોંગ્રેસ દ્વારા મેડિકલ માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું


સમગ્ર ભારતમા કોરોનાએ ફરીથી પોતાનું માથું ઉંચક્યું છે અને દિવસે ને દિવસે કોરોનાના કેસોમા અવિરત વધારો થઈ રહ્યો છે 


ત્યારે વડોદરા શહેરમા પણ પાછલા એક સપ્તાહથી કોરોના ના કેસોમા અવિરત પણે વધારો જોવા મળી રહેલ છે ત્યારે પાછલા વર્ષોમા કોરોના ની પહેલી અને બીજી લહેર દરમિયાન વડોદરા શહેરના નાગરિકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા એનું દુઃખ હજી ભુલાયું નથી ત્યારે કોરોનની ત્રીજી લહેરની શરૂવાત થઈ ગઈ છે 


આવા સમયે ફરી વખત કોઈ નાગરિક ના પરિવાર ને કોરોનાનો શિકાર થઈ પોતાના પરિવારના સભ્યોને ખોવા ના પડે કાતો કોઈ અન્ય તકલીફ મા ના મુકાવું પડે એ હેતુ થી જાગૃતા ફેલાવાના ભાગ રૂપે આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાની આગેવાનીમા યુથ કોંગ્રેસ દ્વારા મેડિકલ માસ્ક નું વિતરણ કરવામાં આવેલ હતું.

Reporter: admin

Related Post