News Portal...

Breaking News :

મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ

2025-04-25 13:09:52
મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ


દિલ્હી : પોલીસે નર્મદા બચાવો આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનાર મેધા પાટકરની માનહાનિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. 


દિલ્હીના તત્કાલિન એલજી વિનય સક્સેનાએ વર્ષ 2001માં મેધા પાટકર સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. તેમને આજે (25મી એપ્રિલ) સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સામાજિક કાર્યકર મેધા પાટકરના વકીલે દિલ્હી હાઈકોર્ટમાંથી તેમની અરજી પાછી ખેંચી લીધી છે. કોર્ટ દ્વારા જાહેર કરાયેલા બિનજામીનપાત્ર વોરંટના આધારે દિલ્હી પોલીસે મંગળવારે મોડી રાત્રે મેધા પાટકરની નિઝામુદ્દીન રેલવે સ્ટેશનથી ધરપકડ કરી હતી.મળતી માહિતી અનુસાર, દિલ્હી હાઈકોર્ટે મેધા પાટકરના વકીલને નવી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. 


દિલ્હી હાઈકોર્ટ આજે જ મેધા પાટકરની નવી અરજી પર સુનાવણી કરશે. સાકેત કોર્ટે પ્રોબેશન બોન્ડ રજૂ કરવા અને 1 લાખ રૂપિયાનો દંડ ભરવાના આદેશનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવા બદલ મેધા પાટકર વિરુદ્ધ બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેધા પાટકર અને વી.કે. સક્સેના બંને 2000 થી કાનૂની લડાઈ લડી રહ્યા છે, જ્યારે મેધા પાટકરે વીકે સક્સેના વિરુદ્ધ તેમના અને નર્મદા બચાવો આંદોલન (NBA) વિરુદ્ધ જાહેરાત પ્રકાશિત કરવા બદલ કેસ દાખલ કર્યો હતો.

Reporter: admin

Related Post