શું શહેરમાં માંસના વેચાણના નિયમોનું પાલન કરવામાં આવે છે ખરું?
માંસાહારી લોકો જે માંસ આરોગે છે તે પ્રાણીઓને કોઇ રોગ હિસ્ટોરી તો નથી ને તે કેવી રીતે નક્કી કરાશે?
લોકો જ્યારે પૈસા ખર્ચીને શાકભાજી ખરીદવા જાય છે ત્યારે ખરાબ કે સડેલ શાકાભાજીને કાઢી નાખે છે અને સારા તાજાં શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે તેમાં કોઇ બાંધછોડ કરતા નથી કારણ કે આરોગ્યનો સવાલ હોય છે ત્યારે બીજી તરફ શાકભાજી કરતાં મોંઘાં મળતા માંસ વિશે શા માટે પ્રાણીની હિસ્ટ્રી વિશે પૂછવામાં આવતું નથી તે પણ તમારા આરોગ્ય માટેના નિયમમાં આવે છે તમે તે પૂછવા હક્કદાર છો

શહેરમાં ઠેરઠેર ખુલ્લામાં માંસ મીટ માછલીનું વેચાણ કરવામાં આવે છે અને હવે તો સમાજમાં ઘણો વર્ગ પશ્ચિમી સંસ્કૃતિ,લોકોના દેખાદેખી કરી માંસ આરોગતા થયા છે પરંતુ માંસ મીટ માછલીનું વેચાણ કરવા માટે પણ આરોગ્ય શાખાની ગાઇડલાઇન્સ છે જેનું પાલન કરવામાં આવે છે ખરું?, માસની દુકાનો પર જે તે નિયત કરેલા જ પ્રાણીઓના માંસ વેચાણ અંગે તે પ્રાણીને કોઇ રોગ કે બિમારી નથી ને તેની વિગત દર્શાવવી ફરજિયાત હોય છે તદ્પરાંત ઢાંકેલા, સ્વચ્છતા સાથે માંસ વેચવાનો નિયમ છે પરંતુ આરોગ્ય શાખા દ્વારા આ બાબતે સખતાઇ રાખવામાં આવતી નથી પરિણામે આજકાલ બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. લાયસન્સ વિના લોકો નિરંકુશ બનીને તમાંમ નિયમોને નેવે મૂકી ખુલ્લામાં, ગંદકી વચ્ચે માસનું વેચાણ કરી રહ્યા છે.દેશમાં અલગ અલગ પ્રદેશોમાં વાણી,પાણી અને ખોરાક ભિન્ન ભિન્ન પ્રકારના જોવા મળતા હોય છે તે જ રીતે કેટલાક સમાજમાં ઘણો વર્ગ શાકાહારી પણ છે અને કેટલાક માંસાહારી પણ છે. પશ્ચિમી દેશોમાં મોટાભાગના લોકો માંસાહાર પર નિર્ભર હોય છે પરંતુ શું તમે જાણો છો કે પશ્ચિમના દેશોમાં સરકાર પોતાના નાગરિકોના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલી ગંભીર છે? પોતાના દેશના નાગરિકોના ખોરાક બાબતે આરોગ્ય વિભાગ એટલું સતર્ક છે તથા ત્યાંના લોકો પણ પ્રામાણિકતા સાથે સરકારના નિયમોને અનુસરે છે. વિદેશમાં માંસ,મીટ, માછલીનું વેચાણ કરવા માટે લાઇસન્સ ફરજિયાત છે સાથે જ તેઓ જે પ્રાણીઓનું માંસ વેચતા હોય છે તે પ્રાણીને કોઇપણ પ્રકારના રોગ કે બિમારી તો નથી ને તથા પ્રેગનન્ટ માદા તો નથી તથા સ્વચ્છતા નું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે અને જે તે પ્રાણીઓના માંસ વેચાણ માટે તે પ્રાણીના સ્વાસ્થ હિસ્ટ્રી સર્ટિફિકેટ અથવા સચોટ માહિતી રાખવી પડે છે અને ગ્રાહકને પણ આ જે તે પ્રાણીના માંસ નું વેચાણ કરતા સમયે તે પ્રાણીના સ્વાસ્થ્ય અંગેની માહિતી આપવી પડે છે ત્યારબાદ જ માંસ,મીટનુ યોગ્ય પેકિંગ સાથે વેચાણ કરી શકે છે.

વિદેશમાં ખુલ્લા માંસ વેચાણ કરી શકાતું નથી તેને પ્રોપર ઢાંકેલું, સ્વચ્છ જગ્યાએ રાખવું તથા તેને અમુક નિયત કલાકો બાદ વેચાણ કરવા પર પ્રતિબંધ હોય છે. આવો જ નિયમ આપણા દેશમાં પણ છે જેમાં જે તે પ્રાણીઓ જોવા કે મરઘાં, બકરાં ઇત્યાદિ ને કોઇ રોગ, બિમારીઓ કે અન્ય આરોગ્ય અંગેની સ્થિતિ તો નથી ને તેની સ્પષ્ટતા કરવી જરૂરી હોય છે સાથે જ સ્વચ્છતા, ઢાંકીને માંસ રાખવું તથા અમુક નિયત સમય સુધી જ વેચાણ કરી શકાય તેવા નિયમો છે તદ્પરાંત લાયસન્સ ધરાવતા મટનશોપ સિવાય નોનવેજ વેચી શકાય નહીં તેવા નિયમો છે પરંતુ આપણા આરોગ્ય શાખા ના તો આ નિયમો અંગે લાયસન્સ ધારક દુકાનદારોને ફરજ પાંડે છે ના ચેકીંગ કરી નિયમોનું પાલન કરાવે છે પરિણામે દેશના લગભગ દરેક રાજ્યમાં લાયસન્સ વિના, પ્રાણીઓની હિસ્ટ્રી વિના, નિયમોના પાલન વિના તમામ નિયમોને નેવે મૂકી જે તે પ્રાણીઓ ના માંસ નું વેચાણ કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરમાં પણ ઠેર ઠેર જાહેર માર્ગો પર ખુલ્લામાં તથા કેટલીક જગ્યાએ દુકાનોમાં સ્વચ્છતાના નિયમો તથા આરોગ્ય શાખાની ગાઇડ લાઇન વિરુદ્ધ માંસ,મટન, માછલીનું વેચાણ કરી રહ્યા છે. લાયસન્સ વિના ખુલ્લામાં માખીઓના ઢગલા વચ્ચે, લોકોને જે તે વિસ્તારમાં દુર્ગંધ આવે કે ધાર્મિક લાગણી દુભાય તે રીતે વેચાણ કરવામાં આવે છે ઘણીવાર તો પ્રતિબંધિત પ્રાણીઓના માંસ પણ વેચાણ કરવામાં આવે છે ઘણીવાર જીવદયાપ્રેમીઓને બાતમી મળી જાય તો તે માંસનો અથવા તો કતલખાને લઇ જવાતો માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે બાકી તો લોકો એટલા વ્યસ્ત હોય છે કે માંસાહારી લોકોને વેપારી દ્વારા પણ જે માંસ વેચવામાં આવે છે તે પ્રાણીઓની સ્વાસ્થ્ય હિસ્ટ્રી પણ જણાવવામાં આવતી નથી.ઘણીવાર લોકો રોગિષ્ઠ પ્રાણીઓના માંસ આરોગી રોગના ભોગ બનતા હોય છે.ઘણા પ્રાણીઓમાં ટી.બી. સહિત અન્ય બિમારીઓ પણ હોય છે જેનું માંસ આરોગનાર ને જ્યારે કોઈ તકલીફ ઉભી થાય છે ત્યારે કેટલાક બિમારીઓ એવી પણ હોય છે જે તેઓને વારસામાં પણ ન ઉતરી હોય અને તે જ્યારે એવી બિમારીઓમાં હિસ્ટ્રી ઉંડાણથી તપાસવામાં આવે છે ત્યારે જાણ થાય છે કે આ બિમારી તો પ્રાણીમાં હતી અને તેના માંસ આરોગવાથી આ મનુષ્ય સુધી પહોંચી છે. લોકો જ્યારે પૈસા ખર્ચીને શાકભાજી ખરીદવા જાય છે ત્યારે ખરાબ કે સડેલ શાકાભાજીને કાઢી નાખે છે અને સારા તાજાં શાકભાજી ખરીદવાનો આગ્રહ રાખે છે તેમાં કોઇ બાંધછોડ કરતા નથી કારણ કે આરોગ્યનો સવાલ હોય છે ત્યારે બીજી તરફ શાકભાજી કરતાં મોંઘાં મળતા માંસ વિશે શા માટે પ્રાણીની હિસ્ટ્રી વિશે પૂછવામાં આવતું નથી તે પણ તમારા આરોગ્ય માટેના નિયમમાં આવે છે તમે તે પૂછવા હક્કદાર છો અને માંસ,મીટ કે માછલી વેચનારે તે પ્રાણી ની આરોગ્ય ની માહિતી ગ્રાહકને આપવી ફરજીયાત છે પરંતુ આપણા ત્યાં આરોગ્ય શાખા દ્વારા લાયસન્સ ધરાવતી દુકાનોના દુકાનદારોને આવી સ્પષ્ટ ગાઇડલાઇન્સ સાથે સૂચનબોર્ડ લગાવવા, નિયમો પાળવા માટે જણાવાતુ નથી પરિણામે શહેરમાં ઠેરઠેર ખુલ્લામાં તમામ નિયમોને નેવે મૂકી માંસ,મીટ, માછલીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા તો લાયસન્સ અને નિયમો વિના જ આ ધંધો કરી રહ્યા છે જેના માટે આરોગ્ય શાખા દ્વારા અંકુશ લાવવો જરૂરી છે સાથે જ માંસાહારી લોકોએ પણ પોતે સભાન થવાની, જાગૃત થવાની જરૂર છે તમે પૈસા ખર્ચીને પણ પોતાના આરોગ્ય સાથે ચેળા ન થવા દેશો તમારા પાછળ તમારી જિંદગી છે, પરિવાર છે તેનું પણ ધ્યાન રાખવું એ તમારી જવાબદારી છે.તો જ લોકોનું સ્વાસ્થ્ય જળવાશે.
Reporter: admin







