News Portal...

Breaking News :

મેયર પિંકી સોનીનો પીએમના સ્વાગતની તારીખ સાથે વારની જાહેરાતમાં બફાટ

2025-05-22 11:49:10
મેયર પિંકી સોનીનો પીએમના સ્વાગતની તારીખ સાથે વારની જાહેરાતમાં બફાટ


મીડિયાના ઇન્ટરવ્યુમાં કામના ભારણ હેઠળ રહેલા મેયર વાર પણ ભુલી ગયા 


મેયર, ધ્યાન રાખજો પીએમ મોદી રવિવારે નહી પણ સોમવારે વડોદરા આવવાના છે.

ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27મેના રોજ ગુજરાત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મીના રોજ સોમવારે સવારે વડોદરા એરપોર્ટ પર આવશે જ્યાં તેમનો સ્વાગત સન્માન સમારોહ યોજાવાનો છે. જો કે મેયર પિંકી સોની મીડિયાના ઇન્ટરવ્યુમાં બોલ્યા હતા કે પીએમ મોદી 26 મેના રોજ 'રવિવારે' વડોદરામાં આવી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનમાં એટલું બધુ કામનું ભારણ રહે છે કે વાર તહેવાર ભુલી ગયેલા અને  પીએમ મોદીને મળવાના ઉત્સાહમાં મેયર પિંકી સોની ભુલી ગયા કે 26 મેના રોજ રવિવાર નહી પણ સોમવાર છે. પીએમ મોદી સોમવારે વડોદરા આવવાના છે. મેયર જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ ઉત્સાહમાં આવી જઇને આવા છબરડાં કરે તે કેટલે અંશે યોગ્ય છે. વાત વાતમાં રીસાઇ જવાની ટેવ ધરાવતા મેયર કદાચ આ બાબતે પણ રીસાઇ જશે તેવું લાગે છે.પણ વડોદરાના લોકોને ખબર પડવી જોઇએ કે મેયર કેટલા ઉત્સાહિત અને કામગરા છે કે તેમને સમય અને વાર પણ યાદ રહેતો નથી.  મળતી માહિતી મુજબ સોમવારે સવારે પીએમ મોદી વડોદરા એરપોર્ટ આવશે અને અહીંથી દાહોદ જશે. વડોદરા શહેર સંગઠન દ્વારા પણ પીએમના સ્વાગત માટેની તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. સોમવારે સવારે 10-30 વાગે  વડોદરા એરપોર્ટની બહાર વડાપ્રધાન મોદીનો 30 મિનીટનો સન્માન અને સ્વાગત કાર્યક્રમ યોજાશે. વડોદરાની નારી શક્તિ, વડાપ્રધાનનું સ્વાગત અને સન્માન કરશે. વડાપ્રધાન મોદીના આગમનને વધાવવા વડોદરા શહેર ભાજપ સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા પીએમના સ્વાગત કાર્યક્રમને ભવ્ય બનાવવા તૈયારીઓ શરુ કરી દેવાઇ છે. કોર્પોરેશન, જિલ્લા પંચાયત, કલેક્ટર કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓમાં પણ આ કાર્યક્રમ માટે તડામાર તૈયારી શરુ કરવામાં આવી છે. આ સિમીત રોડ શૉ અથવા સભા માટે સંખ્યા એકત્રિત કરવા સહિતની ચિંતા માટે પાલિકામાં આજે જિલ્લા કલેક્ટર, મ્યુનિ કમિશનર સહિત અધિકારીઓ, મેયર, ચેરમેન સહિત પદાધીકારીઓની ખાસ બેઠક મળી હતી. બીજી તરફ વડોદરા પોલીસ પણ પીએમના આગમનના પગલે એલર્ટ બની ગયું છે. વડાપ્રધાનની સુરક્ષા માટે પોલીસ દ્વારા અત્યારથી જ કામગીરી શરુ કરી દેવાઇ છે.



પીએમ મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખી બેઠકોનો દોર શરુ 
પીએમ મોદીની વડોદરા મુલાકાતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા બેઠકોનો દોર શરુ થઇ ગયો છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સામાજીક તથા શૈક્ષણિક સંસ્થાઓ, સાંસ્કૃતિક અને સેવાભાવી સંસ્થાઓ, એનજીઓ વગેરેના પ્રતિનિધીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી અને પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા વધુને વધુ નાગરિકો આ કાર્યક્રમમાં હાજર રહે તે માટે અનુરોધ કરાયો હતો અને જરુરી સૂચનો પણ લેવાયા હતા.

Reporter: admin

Related Post