વડોદરાના મેયર પિંકી સોનીને ગંભીરા બ્રિજ દૂર્ઘટનામાં સંવેદના દાખવીને સ્થળ પર જવાનો સમય ના મળ્યો કે સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ખબર પુછવાનો સમય પણ ના મળ્યો.

તેમણે પોતાની સુરક્ષા માટે એસઆરપી જવાન સાથે રાખી દીધો છે. મેયરને ખબર છે કે તેમણે એવા કોઇ કામો કર્યા નથી કે લોકો તેમને ફુલોની માળા પહેરાવે અને આપના કાર્યકરોએ જે રીતે મેયરની ઓફિસની બહાર ઉગ્ર પ્રદર્શન કર્યું અને નેઇમ પ્લેટ પર શાહી લગાડી ત્યાર બાદ મેયર ગભરાયા છે અને હવે સુરક્ષા માટે તેમણે એસઆરપી જવાનોને સાથે રાખવાનું શરુ કર્યું છે. મેયર પિંકી સોની ઘમંડી છે અને તેમને એમ છે કે પ્રજાએ તેમને કોર્પોરેટર તરીકે ચૂંટીને પોતાના પર જ ઉપકાર કર્યો છે અને તેથી જ મેયર કોઇ પણ માનવસર્જિત દુર્ઘટના બને ત્યારે હાજર રહેતા નથી. ગયા વર્ષે વડોદરામાં જ્યારે કોર્પોરેશન સર્જિત ત્રણ વખત પૂર આવ્યું ત્યારે પણ મેયર પિંકી સોની ફરક્યા ન હતા તો આજે જ્યારે વડોદરાની પાસે વડોદરાની તરફ આવેલો બ્રિજનો ભાગ તુટ્યો તો પણ તેમણે સહેજ પણ સંવેદના ના દાખવી અને સ્થળ પર કે હોસ્પિટલમાં ગયા ન હતા. હવે તેઓ એસઆરપીની સુરક્ષા વચ્ચે ફરવું પડે છે.
મેયરે જો પહેલાં જ દિવસથી વડોદરાના લોકોના હિતના કામો કર્યા હોત તો વડોદરાના લોકો તેમને ફુલડે ફુલડે વધાવત પણ મેયરને પોતે કરેલા કામોની ખબર છે જેથી તેમણે એસઆરપી સિક્યોરિટીની માંગણી કરી છે. તમે કામો જ સારા કર્યા હોત તો તમારે આ નોબત ના આવત, તે મેયરે સમજવું જોઇએ. કોર્પોરેટર કે મેયર તરીકે પ્રજા લક્ષી તમારે કાર્યો કરવાના હતા અને લોકોની વચ્ચે રહેવાનું હતું પણ તમે તો જેમણે તમને વોટ આપ્યા તેમના સાથે જ ગદ્દારી કરી અને તેથી જ તમને હવે બીક પેસી ગઇ છે કે હું સુરક્ષા વગર બહાર નિકળીશ તો મારું આવી બનશે. અને તેથી જ તમારે સુરક્ષાની જરુર પડી છે. મેયરે હંમેશા પોતાની અણઆવડત તો પ્રદર્શીત કરી છે પણ જિદ્દી સ્વભાવ હોવાના કારણે હંમેશા પોતાની મનમાની જ કરી છે અને તેમાં પ્રજાનું હિત જોયું નથી અને તેથી આવા દિવસો આવ્યા કે તેમને એસઆરપીની સુરક્ષામાં ઘરની બહાર નિકળવું પડે છે. આપના કાર્યકરોએ કરેલા વિરોધ બાદ તો ગભરાયેલા મેયર પિંકી સોનીએ ઘણા દિવસો સુધી પોતાની ઓફિસમાં આવવાનું પણ બંધ કરી દીધું હતું.ફરિયાદ થતા હવે નીકળવાની ફરજ પડી છે.
Reporter: admin







