News Portal...

Breaking News :

અણી ચૂક્યો, ૧૦૦ વર્ષ જીવે

2025-06-14 09:54:56
અણી ચૂક્યો, ૧૦૦ વર્ષ જીવે


કપરા સમયમાં રમેશ વિશ્વાસને બચાવવામાં, કોઈ ભેદી શક્તિ કામ કરી ગઈ 



રમેશ વિશ્વાસ કુમાર... જેનો હાથ ઇશ્વરે પકડ્યો છે તેને કોઇ પણ ભયંકર આપત્તીમાંથી પળવારમાં તે બહાર કાઢી લે છે...
અમદાવાદમાં સર્જાયેલી પ્લેન ક્રેશ દૂર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. જેમાં પ્લેનમાં બેઠેલા 242 મુસાફરોમાંથી 241 મુસાફરોના મોત થયા છે અને માત્ર રમેશ વિશ્વાસ કુમાર નામના દીવના યુવકનો ચમાત્કારીક બચાવ થયો છે. રમેશ વિશ્વાસ કુમારના બચી જવાના સમચારા વાયુવેગે સોશિયલ મીડિયામાં ફરી વળ્યા હતા અને દરેક વ્યક્તિની આંખો પહોળી થઇ ગઇ હતી કારણ કે આ એટલી ભયંકર દૂર્ઘટના હતી કે તેમાંથી બચી જવું મુશ્કેલ હતું. પ્લેન પહેલા બિલ્ડીંગ સાથે અથડાય અને ત્યારબાદ તેમાં રહેલા સવા લાખ લિટર ફ્યુઅલના કારણે ભયંકર ધડ઼ાકા સાથે આગનો ગોળો સર્જાય અને ગરમી 1 હજાર ડિગ્રીએ પહોંચી જાય ત્યારે ત્યાં જો કોઇ વ્યક્તિ સૂઝબૂઝ વાપરીને બચી જાય તો તે ચમત્કાર જ છે અને ઇશ્વર, ભગવાન અને પરમાત્મા જે નામથી તમે બોલાવો પણ તે છે તે કોઇ પણ વ્યક્તિને માનવું પડે તેમ છે. એ પરિસ્થિતી કેવી હશે જ્યારે પ્લેન તૂટી પડ્યું અને પ્લેનની 11-એ સીટ પર બેઠેલા રમેશ વિશ્વાસ કુમારને પણ લાગ્યું કે તે હવે બચી નહી શકે. તેની નજર સામે જ પ્લેનના તમામ મુસાફરો આગના ગોળામાં લપેટાઇ જાય છે. ત્યારે તેના મગજમાં ઇશ્વરે બુદ્ધી સુઝાડી અને તે સીટ બેલ્ટ ખોલીને નીચે કુદ્યો અને પછી તરત જ ભાગ્યો. આ બધું ઇશ્વરની મદદ સિવાય સંભવ જ નથી. રમેશ વિશ્વાસ કુમારનો જે પણ ઇશ્વર પર ભરોસો હશે તે ઇશ્વરે તેને બચાવ્યો છે તે ચોક્કસ વાત છે. આવી ભયંકર પરિસ્થિતીમાં પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખીને તુરત જ બચવાના હવાતીયા મારવા અને પછી ભાગવું તે ઇશ્વરની મદદ વગર શક્ય નથી. રમેશ વિશ્વાસ કુમાર જે રીતે બચી ગયા છે તે પુરવાર કર્યું છે કે ઇશ્વરને જેને બચાવવો છે, જેનો હાથ ઇશ્વરે પકડ્યો છે તેને કોઇ પણ ભયંકરથી ભયંકર આપત્તીમાંથી પળવારમાં બહાર કાઢી લે છે. 



ભગવાને, એને કપરા કાળમાં ઉર્જા-પ્રેરણા-હિંમત આપી
અમદાવાદ પ્લેન ક્રેશમાં રમેશ વિશ્વાસ કુમાર બચી ગયા પછી આપણે માની લેવું પડે કે કમાન તો ઈશ્વર પાસે જ છે. ક્રેશ થયેલા પ્લેનનો એક્ઝિટ ગેટ ખોલી, બીજા બધાને છોડીને હોસ્ટેલના બીજી તરફે પોતે કૂદકો માર્યો. હવામાં ફંગોળાયો.એ વ્યક્તિનું પ્રેઝન્સ ઓફ માઈન્ડ કેટલું હશે ? ભગવાને, એને કપરા કાળમાં ઉર્જા-પ્રેરણા-હિંમત આપી. માત્ર એ જ બચી જાય છે. બળેલા હાથ સાથે ઈજાગ્રસ્ત પરિસ્થીતીમાં કસાયેલી બોડીવાળો રમેશ વિશ્વાસ ઉભો થઈને રસ્તા ઉપર જાતે ચાલે છે. લોકો સાથે વાત કરતા કરતા એમ્બ્યુલન્સ સુધી પહોંચે છે. બાકીનાં બધા જ પેસેન્જર પ્લેનમાં લાગેલી આગની લપેટમાં મોતને ભેટે છે. દરેક જગ્યા ઉપર ઈશ્વરની હાજરી છે જ. એ નક્કી કરે એને જ બચાવે.

જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...હું પણ કોલસો થઈ ગયો હોત 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ચમત્કારિક રીતે બચી ગયેલા રમેશ વિશ્વાસ કુમારને મળ્યા અને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરી હતી.
એર ઈન્ડિયાના પ્લેનમાં સવાર બધા લોકો બળીને કોલસો થઈ ગયા છે ત્યારે આ વ્યક્તિ જાતે ચાલીને કાટમાળમાંથી બહાર આવી એમ્બ્યુલન્સ સુધી પહોંચે છે. આ વ્યક્તિને પણ ઈજાઓ થઈ છે. જેની સાથે પીએમ મોદીએ વાતચીત કરી હતી. હોસ્પિટલના પલંગ પર સૂતા વિશ્વાસ કુમારે કહ્યું કે, રનવે પર વિમાન ગતિ પકડતા જ તેમને કંઈક વિચિત્ર લાગ્યું. અચાનક 5-10 સેકન્ડ માટે બધું બંધ થઈ ગયું. એકદમ સન્નાટો, અને ઓચિંતા જ લીલી અને સફેદ લાઈટ ચાલુ થઈ ગઈ. જાણે કે ટેકઓફ માટે પ્લેનનું તમામ જોર લગાવી દેવામાં આવ્યું હોય. પણ એવું તે શું થયું કે પ્લેન સીધું હોસ્ટેલના મકાનમાં ઘૂસી ગયું.વિશ્વાસ કુમારે કહ્યું કે, મારી સીટ વિમાનના જે ભાગે હતી તે બિલ્ડિંગ સાથે અથડાયો હશે. ઉપરના ભાગમાં આગ લાગતા ત્યાં લોકો ફસાઈ ગયા. પરંતુ કદાચ હું સીટ સાથે નીચે પડી ગયો. હું કોઈક રીતે બહાર નીકળવામાં સફળ રહ્યો. દરવાજો તૂટેલો હતો, અને મેં સામે થોડી ખાલી જગ્યા જોઈ એટલે મેં બહાર નીકળવાનો પ્રયાસ કર્યો. બીજી બાજુ દિવાલ હતી ત્યાંથી કદાચ કોઈ નીકળી નહીં શક્યું હોય. રમેશ વિશ્વાસે કહ્યું કે તેની નજર સામે બે એર હોસ્ટેસ,બીજા કાકા-કાકી અને બધું બળી રહ્યું હતું. આ અકસ્માતમાં વિશ્વાસનો ડાબો હાથ ખરાબ રીતે દાઝી ગયો હતો, પરંતુ તેનો જીવ બચી ગયો. તે બહાર નીકળતાની સાથે જ આગ ફેલાઈ હતી. જો થોડીક સેકન્ડ મોડું થયું હોત તો કદાચ...હું પણ કોલસો થઈ ગયો હોત.

Reporter: admin

Related Post