સુરત: ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ હજુ બેકાબૂ છે. આવામાં આગની ઘટનાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ છે.

આ સાથે જ આગ પર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર વિભાગ સિવાય પાણીના 20 ટેન્કર મંગાવાયા છે. ફાયર વિભાગની 50 ગાડીઓની મદદ લેવાઈ છે. 7 કલાકથી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે.શહેરમાં આવેલા રિંગ રોડ પર શિવશક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગ વિકરાળ બનતાં સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.

ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે. જ્યારે બેઝમેન્ટની આગ ઉપરના માળ પર પ્રસરી છે. જ્યારે 80 ટકા આગ કાબૂમાં હોવાનો મેયરનો દાવો છે.ભીષણ આગના પગલે લાખો-કરોડોનો સામાન બળીને ખાખ થઈ ગયો હોવાની ભીતી સેવાઈ રહી છે. ગઈકાલે પણ આ જ ટેક્સ્ટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. ગઈકાલે દુર્ઘટનામાં 1 વ્યક્તિનું મોત થયું હતું.ગઈકાલે શહેરના શિવશક્તિ ટેક્સ્ટાઈલ માર્કેટમાં લાગેલી આગ ફરી એક વખત ભભૂકી ઉઠી છે. આગે વધુ વિકરાળ સ્વરૂપ લીધું છે. માર્કેટના ત્રણ માળ આગની ઝપેટમાં આવી ગયા છે. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો છે.
Reporter: admin