ભરૂચ: જિલ્લાના પાનોલી GIDC સ્થિત સંઘવી ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડમાં શનિવારે 13 સપ્ટેમ્બર ભીષણ આગ લાગી હતી.
ધુમાડાના ગોટાળા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા હતા, જેના કારણે ઔદ્યોગિક વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.
જોકે, આગનું કારણ અને નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી.આગને કાબુમાં લેવા માટે 15થી વધુ ફાયરની ટીમ ઘટનાસ્થળે હાજર છે. હજુ સુધી કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
Reporter: admin







