વાસણા ભાયલી વિસ્તારમાં ઝકાત નાકા પાસે છેલ્લા બે મહિનાથી વર્ક ઈન પ્રોગ્રેસ કોર્પોરેશન બેરેકેટ મારેલા છે પરંતુ માસ્ક મેન નો પ્રશ્ન એ છે કે ભુવો ક્યારે પુરાશે અને વર્ક ઈન પ્રોગ્રેસ ક્યારે પુર્ણ થશે.

વડોદરા શહેર સતત વિકસતા શહેરોમાંનું એક ગણાય છે, પણ હાલમાં development કરતાં વધુ મુશ્કેલીઓ લોકજન્મનો મુદ્દો બની રહી છે. વડોદરાના વોર્ડ નં. ૧૦ માં પડેલા ખાડાઓએ સ્થાનિકો માટે જીવલેણ સમસ્યા ઉભી કરી છે. રસ્તાઓ પર મોટા મોટા ખાડાઓ સર્જાયા છે, જેના કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય સતત સતાવે છે.

આ સમસ્યા સામે અવાજ ઉઠાવતો એક અનોખો વિરોધ જોવા મળ્યો, જ્યારે એક “માસ્ક મેન” એ ખાડા સામે પોતાનો વિરોધ નોંધાવ્યો. ચહેરો ઢાંકીને રસ્તા પર ઊભા રહી સંદેશો આપવાનું શરૂ કર્યું. ખાડાની નજીક ઊભા રહી તે સતત “આ ખાડો છે કે દુર્ઘટનાનું બુલાવું?” જેવી ટકોર કરી.



Reporter: admin







