વડોદરા: એક તરફ દેશમાં ગુજરાત રાજ્ય એ સરપ્લસ ટેક્સ ભરતું સૌથી મોખરાનું રાજ્ય છે અહીં ઘણો વિકાસ થયો છે

પરંતુ વડોદરા શહેરમાં આવેલા માંજલપુર વિસ્તારમાં મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, વડોદરા શહેર (દક્ષિણ) ની કચેરી કે જ્યાં લોકો દરરોજના મોટી સંખ્યામાં પોતાના પ્રોપર્ટી કાર્ડ સહિતના અગત્યના સરકારી કામકાજ માટે આવતા હોય છે પરંતુ આ કચેરીમાં સ્વચ્છતા સહિતના કેટલીક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. અહી નાગરિકો બેસે છે ત્યાં ટાઇલ્સ તૂટેલી હાલતમાં જોવા મળે છે જ્યાં ઘણીવાર લોકોને ઠોકર વાગતી હોય છે પડી જાય છે ખાસ કરીને સિનિયર સિટીઝન્સને તકલીફ પડે છે બીજી તરફ કચેરીમાં ઠેરઠેર ગંદકી જોવા મળે છે સાથે જ કેટલાક ભાગોમાં પાન પડીકીની પિચકારીથી દિવાલો,કચેરીના દરવાજા પાસે દીવાલો લાલ રંગથી રંગાઇ ગયેલી જોવા મળી રહી છે.

બીજી તરફ જનતાને પીવા માટે મૂકેલા પાણીના કુલરમા આજે પાણી પણ નળમાં આવતું ન હોવાનું જણાયું હતું સાથે જ અસહ્ય બફારો ઉકળાટ એક તરફ છે શહેરમાં ત્યાં બીજી તરફ આ કચેરીમાં જ્યાં નાગરિકો બેઠા હતા ત્યાં કેટલીક જગ્યાએ પંખા અને લાઇટ બંધ હાલતમાં જોવા મળી હતી.આ તમામ અસુવિધાઓ માટે તંત્ર સાથે જ નાગરિકો પણ જવાબદાર છે કારણ કે કચેરીમાં સ્વચ્છતા રાખવાની જવાબદારી સૌની છે લોકોએ પણ સરકારી કચેરીમાં પાન પડીકીની ગંદકી ન કરવી જોઈએ તો બીજી તરફ પ્રશાસન દ્વારા લાઇટ, પાણી, સ્વચ્છતા વિગેરેની સુવિધાઓ તરફે ગંભીરતા દાખવવી જોઈએ. સમગ્ર મામલે દક્ષિણ કચેરી ના મામલતદાર ફાલ્ગુની સોનીને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે જે અસુવિધાઓ નાગરિકોને છે અને જે બાબતો ધ્યાનમાં આવી છે તેની રજૂઆત કરી છે અને વહેલી તકે અહીં સ્વચ્છતા, પીવાના પાણી,લાઇટ સહિત આ તૂટેલી ટાઇલ્સ અંગેની કામગીરી કરાવવામાં આવશે.




Reporter: admin