News Portal...

Breaking News :

મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી.

2024-12-27 09:30:49
મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી.

પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનું આજે 92 વર્ષની વયે નિધન થયું હતું. 

તબિયત બગડવાને કારણે તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બે વખત દેશના વડા પ્રધાન રહી ચૂકેલા ડૉ. મનમોહન સિંહને અગાઉ ચાર વખત હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. 1990ના દાયકાની શરૂઆતમાં પૂર્વ વડાપ્રધાન નરસિંહરાવ અને મનમોહન સિંહની જોડીએ આર્થિક ઉદારીકરણનાં પગલાં લઇને વિશ્વનું ધ્યાન ખેચ્યું હતું. ડૉ. મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન મોદી સહિત અનેક મહાનુભાવોએ શ્રધ્ધાંજલી વ્યક્ત કરી છે.

ડૉ. મનમોહન સિંહનાં નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શોક વ્યક્ત કર્યો છે. તેમણે લખ્યું, ‘ભારત તેના સૌથી પ્રતિષ્ઠિત નેતાઓમાનાં ડો. મનમોહન સિંહ જીની ખોટ પર શોક વ્યક્ત કરે છે. નમ્ર મૂળમાંથી ઉભરીને, તેઓ એક આદરણીય અર્થશાસ્ત્રી બન્યા. તેમણે નાણામંત્રી સહિત વિવિધ સરકારી હોદ્દાઓ પર પણ સેવા આપી હતી, જેણે વર્ષોથી આપણી આર્થિક નીતિ પર મજબૂત છાપ છોડી હતી. સંસદમાં તેમની દલીલો પણ તર્કબદ્ધ હતી. આપણા વડાપ્રધાન તરીકે, તેમણે લોકોના જીવનને સુધારવા માટે વ્યાપક પ્રયાસો કર્યા.

Reporter: admin

Related Post