વડોદરા : શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં ફેરવાઈ હતી જેના પરિણામે એક યુવકને જીવ ગુમાવ્યો હતો.
આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી હતી. તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદ સિંઘને ઝડપી લીધો હતો. ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ, જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.
આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો. આખરે આરોપી સુશીલકુમાર રાજેન્દ્રપ્રસાદ સિંઘને તાલુકા પોલીસે ઝડપી પાડ્યો છે.
Reporter: admin







