News Portal...

Breaking News :

ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી કરતો શખ્સ ઝડપાયો

2025-07-14 11:15:33
ટ્રેનમાં મુસાફરોના મોબાઇલ ફોનની ચોરી કરતો શખ્સ ઝડપાયો


રેલવે સ્ટેશન વિસ્તારમાં મુસાફરોને ટાર્ગેટ કરી લેડિઝ પર્સની ચોરી કરતા શખ્સને વેસ્ટર્ન રેલવે એલસીબીએ ઝડપી પાડ્યો હતો. 


પોલીસની ટીમ રેલવે સ્ટેશન વિસ્ચારમાં ચેકીંગ કરી રહી હતી ત્યારે રાજેશ સુભાચન્દ્ર તિવારને ઝડપી લીધો હતો. તેની પાસેથી 2 ફોન તથા રોકડ રકમ સહિત 38200ની મતાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો હતો. આરોપી ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોની ઉંઘનો લાભ લઇ ચાર્જીંગમાં મુકેલા તથા ગજવામાં મુકેલા મોબાઇલ ફોનની ચોરી કરી લેતો હતો. પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ શરુ કરી હતી.

Reporter: admin

Related Post