પોલો ક્લબના મેદાનની માલીકી કોની તે તો સરકાર જ નક્કી કરશે, નવાપુરા પોલીસ નહી
શહેરના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબનાં માલેતુજારો હવે મેદાન પચાવી પાડવાનો કારસો રચી રહ્યા છે.

બે ત્રણ દિવસ પહેલાં પોલો ક્લબના સંચાલકોએ પોલોગ્રાઉન્ડની ફરતે થાંભલા રોપવાનું શરુ કરતાં ઉશ્કેરાયેલા પોલો મેદાનના કેટલાક હિતેચ્છુઓએ વિરોધ કર્યો હતો. જો કે પોલો ક્લબે એ સમજી લેવું જોઇએ કે આ મેદાન તો સરકારે તેમને લીઝ પર આપેલું છે. આ મેદાન ઉપર કોનો હક છે તે રાજ્ય સરકાર કે નામદાર કોર્ટ નક્કી કરશે. પોલો ક્લબ આ મેદાનને ગરબા માટે ઉપયોગમાં લેવાય તે માટે પ્રયાસ કરી રહ્યું છે. પણ આ મેદાન વાસ્તવમાં પોલો ક્લબનું નથી. કારણ કે મેદાન તો સરકારે પોલો ક્લબને લીઝ પર આપેલું છે અને આમ પણ સરકારને નક્કી કરવા દો કે આ મેદાન કોનું છે? મેદાન ઉપર માલિકી તથા કબજા હક્ક કોનો છે ? પોલો ક્લબ કે કલેક્ટર કચેરીનો છે. વાસ્તવમાં આ મેદાન લીજ પર છે. પોલો ક્લબે જાહેર કરવું પડે કે 9 દિવસ ગરબા માટે આ મેદાન અમે લઇએ છે. પોલોગ્રાઉન્ડમાં ક્રિકેટ ખોખો જેવી રમત રમાતી હતી અને તેના ખેલાડી ઇન્ટરનેશનલ સુધી ગયેલા છે. યુથ સર્વિસ સેન્ટર આ સંસ્થા 1972થી ચેરિટી કમિશ્નરની કચેરીમાં રજીસ્ટર્ડ છે. અત્યારે ઘણા બાળકો અને ખેલાડીઓ જ્યારે આ મેદાન પર આવે છે ત્યારે પોલો ગ્રાઉન્ડને પગે લાગીને અંદર આવે છે. આ મેદાન ઉપર રમેલા ખેલાડીઓએ વિદેશમાં પણ નામ રોશન કરેલું છે. અહીંથી થોડા અંતરે આવેલા ચેરીટી કમિશનરને પણ આ મેદાન કોનું છે તે ખબર છે. નવાપુરા પોલીસ કે ખુદ પોલો ક્લબ નક્કી ના કરે. રાજ્ય સરકાર, નામદાર કોર્ટ, કલેક્ટર નક્કી કરી શકે કે આ મેદાન કોનું છે. માલેતુજાર કબજો ના કરી શકે. કાં તો જાહેર કરે કે માત્ર 9 દિવસ જ ગરબા કરવાના છે. બાકીનાં દિવસોમાં ભલે રમત-ગમત ચાલુ રહે.
પોલો ક્લબનાં મેનેજરે ફરિયાદ કરી એટલે નવાપુરા પોલીસે માની લીધી. ક્યાં સુધી નવાપુરા પોલીસ માલેતુજારોનો સાથ આપશે?
પોલો ક્લબના માલેતુજારો પોતાની રીતે નક્કી કરીને મેદાનમાં ગરબા યોજવાના છે તે ક્યારેય સાંખી ના લેવાય કારણ કે આ મેદાનની માલિકી કોની છે તે નક્કી કરશે કે અહીં ગરબા થશે કે કેમ અને કેટલાક લોકોએ તેનો વિરોધ કરતાં પોલીસે તેમની અટકાયત કરી હતી તો પોલીસે પણ તપાસ કરવાની જરુર છે કે ખરેખર પોલો ક્લબનું આ મેદાન છે કે પછી રાજ્ય સરકારનું મેદાન છે અને જો સરકારે પોલો ક્લબને લીઝ પર આપેલું મેદાન હોય તો તેમાં આવી જોગવાઇ છે કે મેદાનમાં ગરબા યોજી શકાશે તો તેની પણ તપાસ કરવાની જરુર હતી પણ નવાપુરા પોલીસ માલેતુજારોથી અંજાઇને કામ કરી રહી છે. પોલીસ પહેલા તપાસ કરે કે આ મેદાન પોલો ક્લબને લીઝ ઉપર અપાયું છે કે કેમ ? આ મેદાન માત્રને માત્ર રમત ગમત માટે જ ફાળવાયેલુ છે કે કેમ તેની તપાસ કરવી જોઇએ. પોલો ક્લબે ફરિયાદ કરી એટલે નવાપુરા પોલીસે માની લીધી. ક્યાં સુધી નવાપુરા પોલીસ માલેતુજારોનો સાથ આપશે ? ગરીબ- મધ્યમ વર્ગના ખીલાડીઓ જ સ્વબળે અને સ્વમેળે પોલો ગ્રાઉન્ડ માટે ન્યાયનો દરવાજો ખખડાવશે.

પોલો ક્લબના ગરબાના પાર્કિંગ માટે થાંભલા રોપીને પતરા લગાવવાની કામગીરીનો વિરોધ કર્યો હતો
પોલો ક્લબના મેનેજરની અરજીને આધારે નવાપુરા પોલીસે ૯ યુવાનોની અટકાયત કરી
પોલો ક્લબ અને પોલો ગ્રાઉન્ડમાં સુલેહ શાંતિનો ભંગ ના થાય તે માટે પોલીસે માત્ર અટકાયતી પગલા લીધા
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબના સંચાલકો ૨૧મીએ ગરબા મેદાનના પાર્કિંગ માટે પોલો ગ્રાઉન્ડમાં થાંભલા રોપીને પતરાં લગાવવાની કામગીરી કરાવી રહ્યા હતા. જે દરમિયાન કેટલાક યુવાનોએ તેમનો વિરોધ કર્યો હતો અને થાંભલા લગાવવા દીધા ન હતા. આ બનાવ અંગે પોલો ક્લબના મેનેજરે નવાપુરા પોલીસ મથકે અરજી કરતા પોલીસે તકેદારીના ભાગરૂપે નવ યુવકો સામે અટકાયતી પગલા લીધા છે. પોલો ક્લબ કે, પોલો મેદાનમાં સુલેહ શાંતિનો ભંગ થાય નહીં તે માટે અટકાયતી પગલા લેવાયા હોવાનુ પોલીસનું કહેવુ છે.શહેરનાં રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબના સંચાલકો ૨૧મીએ ગરબા મેદાનના પાર્કિંગની સુવિધા માટે પોલો ગ્રાઉન્ડમાં થાંભલા રોપીને પતરા લગાવવાની કામગીરી કરાવી રહ્યા હતા. તે સમયે કેટલાક યુવાનો ધસી આવ્યા હતા અને તેમણે કામગીરીનો વિરોધ કર્યો હતો અને થાંભલા લગાવતા મજૂરો સાથે બોલાચાલી કરી હતી. આ ઘટનાને પોલો ક્લબના સંચાલકોએ ગંભીરતાથી લીધી હતી. ગઈકાલે પોલો ક્લબના મેનેજરે આ બાબતે નવાપુરા પોલીસ મથકે લેખીત રજૂઆત કરી હતી. જેને આધારે નવાપુરા પોલીસે નવાપુરા કહાર મહોલ્લામાં રહેતા ધનરાજ રાજેન્દ્ર કહાર, હિરેન સોમાભાઈ કહાર, પરેશ ચેતન કહાર, સંતોષ લક્ષ્મણ કહાર, સાગર કાલકાપ્રસાદ કહાર, હાર્દિક કેતનભાઈ કહાર, કિરણ નાથુભાઈ કહાર, પરેશ ચેતન કહાર તેમજ અમીત મુકેશભાઈ ખારવાની અટકાયત કરી હતી.
ગરીબ અને મધ્યમ વર્ગના ખીલાડીઓ જ સ્વબળે અને સ્વમેળે પોલો ગ્રાઉન્ડ માટે ન્યાયનો દરવાજો ખખડાવશે
શહેરના વિશાળ જન હિતમાં રાજ્ય સરકાર, પોલો ગ્રાઉન્ડનાં વિષયને હાથમાં લઈ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપે


Reporter: admin







