News Portal...

Breaking News :

પેલેસ્ટાઈનને UN નું સભ્ય બનાવવા ભારતનો ખુલ્લો ટેકો

2024-05-11 11:21:04
પેલેસ્ટાઈનને UN નું સભ્ય બનાવવા  ભારતનો ખુલ્લો ટેકો


ભારત, ફ્રાન્સ, ચીન, રશિયા અને જાપાન જેવા 143 દેશોનુ પેલેસ્ટાઇન સમર્થનમાં મતદાન 

યુ એન : ભારતે શુક્રવારે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA) ના ડ્રાફ્ટ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જેમાં જણાવાયું હતું કે પેલેસ્ટાઈન આ વૈશ્વિક સંસ્થાના સંપૂર્ણ સભ્ય બનવા માટે પાત્ર છે અને તેને સભ્યપદ આપવામાં આવવું જોઈએ. ભારતના આ પગલાને ગાઝામાં હમાસ વિરુદ્ધ લડી રહેલા ઈઝરાયેલ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ ઠરાવ પર, ભારત સહિત 143 સભ્યોએ ઠરાવની તરફેણમાં મતદાન કર્યું, નવ વિરોધમાં મતદાન કર્યું જ્યારે 25 સભ્યો ગેરહાજર રહ્યા. ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે પેલેસ્ટાઈન UN ના ચાર્ટરની કલમ 4 મુજબ UN નું સભ્ય બનવાને પાત્ર છે અને તેથી તેને સભ્યપદ મળવું જોઈએ.


ભારત, ફ્રાન્સ, ચીન, રશિયા અને જાપાન જેવા 143 દેશોએ આ ઐતિહાસિક પ્રસ્તાવના સમર્થનમાં મતદાન કર્યું હતું. અમેરિકા અને ઈઝરાયેલ ઉપરાંત હંગેરી, ચેકિયા, આર્જેન્ટિના, માઇક્રોનેશિયા, પલાઉ, પાપુઆ ન્યુ ગિની અને નૌરુએ તેનો વિરોધ કર્યો હતો. યુકે, કેનેડા સહિત યુરોપના ઘણા સભ્યો સહિત 25 સભ્યો મતદાન દરમિયાન ગેરહાજર રહ્યા હતા.

Reporter: News Plus

Related Post