મંજુસર પોલીસ મથકની હદમાં આવેલ અણખોલ ગામ માં ઘરનો દરવાજો તોડીને પ્રવેશ કરીને રોકડ તેમજ સોના ચાંદીના દાગીના અને મોબાઇલ મળી કુલ ૧,૮૫૦૦૦ રૂપિયાના ઘરફોડના ભેદ મંજુસર પોલીસે ગણતરી ના દિવસોમાં ઉકેલીને એક આરોપીને ઝડપી પાડ્યો છે
સાવલીના મંજુસર પોલીસ મથકે ફરિયાદી અનિલકુમાર વજેસિંગ વસાવા હાલ રહે.બી-૩૦૪, તક્ષ ઔરા, એલ&ટી નોલેઝ સીટીની પાછળ, અણખોલ તા.જી.વડોદરા એ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું કે તારીખ ૧૪/૪/૨૦૨૫ ના રોજ તેમના ઘરના દરવાજાનો લોક તોડીને કોઈ અજાણ્યા ઈસમે ઘરમાં પ્રવેશ કરીને ચોરી કરીને ફરાર થઈ ગયો હતો જેમાં એક સોનાની ૧૫ ગ્રામની બુટ્ટી રૂપિયા ૧,૦૫૦૦૦ ની એક એપલ કંપની ના ફોન ૩૦૦૦૦ અને રોકડ પચાસ હજાર મળી કુલ ૧,૮૫૦૦૦ ની ચોરી કોઈ અજાણ્યો ઈસમ કરીને ફરાર થઈ ગયો છે બનાવના પગલે મંજુસર પી આઈ કૌશિક સિસોદિયાએ વિવિધ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા
સાથે સાથે ટેકનિકલ સપોર્ટ અને બાતમીદારોને પણ એક્ટિવ કર્યા હતા જેના પગલે બાતમી મળેલ કે એક બ્લેક કલરની હીરો બાઇક જેનો નંબર જી જે૦૬ ક્યું એલ ૯૫૨૦ નો ચાલક સોનું અને મોબાઈલ ફોન વેચવાની ફિરાક માં છે તેવી માહિતીના આધારે પોલીસ ટીમ દુમાડ ચોકડી ખાતે વોચમાં હતા ત્યારે આ ઈસમ પસાર થતો રોકીને તપાસ કરતા ચોરીનો મુદ્દા માલ મળી આવ્યો હતો અને પૂછપરછ માં પોતાનું નામ સુરેશભાઈ રમેશભાઈ મરાઠી ઇન્દિરા નગરી કરચિયા રોડ બાજવા વડોદરા હોવાનું જણાવ્યું હતું અને તેને અનખોલ ગામે ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું મંજુસર પોલીસે ચોરીનો મુદ્દામાલ તેમજ બાઈક અને મોબાઈલ મળી મુદ્દા માલ સાથે ઝડપીને જેલ ભેગો કર્યો છે આમ મંજુસર પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલીને આરોપીને જેલના હવાલે કર્યો છે અને વધુ વિગત માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવી જ હાથ ધરી છે
Reporter: admin