વડોદરા : ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર સામે મોટી કાર્યવાહી હાથ ધરાશે.વારંવાર નિયમો તોડનાર વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ પણ થશે.

લાયસન્સ સસ્પેન્ડ થયા પછી જો વાહન ચલાવ્યું તો 5 હજારનો દંડ થશે.શહેર ટ્રાફિક પોલીસે 106 વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે.150 વાહનચાલકોની યાદી તૈયાર કરી RTO ને મોકલાઈ હતી.યાદીના આધારે 150 માંથી 106 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે.

બાકીના 44 વાહનચાલકો પરપ્રાંતીય અને અન્ય જિલ્લાના છે. જેતે જિલ્લા અને રાજ્યની સંબંધિત કચેરીને પણ કાર્યવાહી કરવા જાણ કરાઈ છે. 30 થી 35 વખત નિયમ ભંગ કરી ઈ મેમો નહીં ભરનાર સામે તવાઈ બોલાવાઈ છે.

Reporter:







