સાંજે ભોજન સમયે 1 કલાક મોબાઈલ નહીં વાપરે
વડોદરા : મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકો અને યુવાનોમાં આંખોની બીમારી અને એકાગ્રતા ઘટવાના કેસો વધ્યા છે.
જેથી માહેશ્વરી સમાજના 1500 પરિવારે રોજ 1 કલાક ‘ડિજિટલ ડિટોક્સિફિકેશન’ કરવાના શપથ લીધા હતા. જેમાં સાંજે ભોજન સમયે 1 કલાક મોબાઈલ નહીં અડકવાનો, સ્ક્રીન ટાઈમને બદલે ફેમિલી ટાઈમ વધારી આંખો-મનની બીમારીને સ્વિચ ઓફ કરશે.માહેશ્વરી સમાજ દ્વારા મોબાઈલના વધુ ઉપયોગ અને મેન્ટલ હેલ્થ વિશે સેમિનાર યોજાયો હતો. જેમાં શહેરના 2 તબીબે સમજ આપી હતી. સમાજના પ્રમુખ વિનોદ માહેશ્વરીએ કહ્યું કે, સેમિનારમાં ડો.સાચી પટેલ અને ડો.ભાવિન માંડોવરા ઉપસ્થિત રહ્યા હતા. ડો.ભાવિન માંડોવરાએ કહ્યું કે, મોબાઈલ કંપનીઓ અને ડેવલપર નવી નવી એપ્લિકેશન બનાવે છે, જેથી સ્ક્રીન ટાઈમ વધ્યો છે સાથે આંખોની બીમારી વધી છે, જ્યારે એકાગ્રતા ઘટતાં ભૂલવાની સમસ્યા વધી છે.
બાળકોને મોબાઈલ એડિક્શનથી બચાવવા માતા-પિતાએ જવાબદારી લેવી પડશે. પરિસંવાદમાં માહેશ્વરી સમાજના ઉપાધ્યક્ષ રાધેશ્યામ કાબરા, મંત્રી પિયુષ સારડા, સંગઠન મંત્રી સમીક્ષા ભંડારી, સંયુક્ત મંત્રી કમલેશ તાપડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.મેન્ટલ હેલ્થ પર કાબૂ મેળવવા તણાવ ઘટાડો સેમિનારમાં ડો.સાચી પટેલે કહ્યું કે, તણાવને ઓછો કરી મેન્ટલ હેલ્થ પર કાબૂ મેળવી શકાય છે. સાથે જીવનમાં નિયમિતતા લાવીને પણ માનસિક રોગોથી બચી શકાય છે. જંક ફુડથી લોહીમાં કોલેસ્ટ્રોલની માત્રા વધે છે અને તેને કારણે આપણું મગજ પણ ખૂબ જ પ્રભાવિત થાય છે.લોકોએ હાથ ઊંચો કરીને સંકલ્પ લીધો સેમિનારમાં સમાજના લોકોએ એક સાથે હાથ ઉઠાવી રાત્રી ભોજન વેળા 1 કલાક મોબાઈલને દૂર રાખવાનો સંકલ્પ લીધો હતો. જ્યારે બંને ડોક્ટરોના પ્રેઝન્ટેશન જોઈને ભવિષ્યમાં આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાશે.
Reporter: admin







