News Portal...

Breaking News :

વડોદરાની ફ્લાઇટનો ભોગ લઇને મહારાષ્ટ્રના નેતાને શાંત પાડ્યા બાબા ભાઈની પીપુડી ના વાગી

2025-06-18 11:40:03
વડોદરાની ફ્લાઇટનો ભોગ લઇને મહારાષ્ટ્રના નેતાને શાંત પાડ્યા બાબા ભાઈની પીપુડી ના વાગી


વડોદરા: અમદાવાદ ખાતે તાજેતરમાં પ્લેન ક્રેશની ઘટના બાદ હવાઈ યાત્રા કરનાર મુસાફરોમાં ગભરાટ પહેરાવી રહ્યો છે ત્યારે એર ઇન્ડિયા ની કામગીરી અંગે સવાલો ઊભા થયા છે, એર ઇન્ડિયાના અધિકારીઓ વજનદાર નેતાઓને કામગીરી કરી રહ્યા છે ત્યારે સામાન્ય જનતાની હાલત પકોડી બની રહી છે.



વડોદરા ના સિનિયર પત્રકાર વિશ્વજીત પારેખએ પોતાને થયેલો જાત અનુભવ facebook ઉપર ફોટા સાથે વર્ણવ્યું છે . 819Delhi to vadodara ફ્લાઇટ રોજ 18.25નો સમય છે, મંગળવારે સાંજે મહારાષ્ટ્રની કેટલીક ફ્લાઇટ અનિયમિત હતી. આ સમયે ત્યાં એક શક્તિશાળી મહિલા નેતાએ દિલ્હી Airport પરથી જ એરઇન્ડિયા જવાબદારો સામે લાલ આંખ કરી તો વડોદરાની ફ્લાઇટનો ભોગ લઇને મહારાષ્ટ્રના નેતાને શાંત પાડ્યા. હવે વડોદરાની બે અલગ અલગ સમય આપ્યા બાદ 20.50 વાગ્યે નિકળશે એવું સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે! 


વડોદરાના મુસાફરોએ લાલ આંખ  કરતા Airindia એ પાણી  અને જ્યૂસ ની વ્યવસ્થા કરવા ની ફરજ પડી…સમય વધુ થતા પેસેન્જરો ને છોલે - રાઇસ પણ જમાડ્યા …રાત્રે 22.00 કલાકે ફ્લાઇટ વડોદરા જવા નીકળી …અમદાવાદની ધટના બાદ વિમાનોનું ચેકિંગ વધુ ચોકસાઈથી કરવા માટે સમય વધુ લે ને  તેનો કોઈ ને વાંધો ન હોય ….પરંતુ આ બીજું રંધાય છે.

Air India, Hemang Joshi, CMO Gujarat,Jayprakash Soni PMO India. નું પણ ધ્યાન દોરાયું છે.

Reporter: admin

Related Post