વડોદરા : કલકત્તામાં મહિલા તબીબના સાથે બનેલી અમાનુષી અત્યાચારની ઘટનાને લઈને વડોદરાના મહારાણી પણ આઘાત અનુભવ્યો હતો.
આ ઘટનામાં મૃતક મહિલા તબીબના ન્યાય અને નારીના સન્માન અને સલામતી માટે મહારાણી રાધિકારાજે ગાયકવાડ પણ મેદાનમાં આવ્યા છે. રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માંગ સાથે લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી મૌન રેલી યોજી હતી.ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલકત્તાની મહિલા તબીબ સાથે થયેલ દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાએ સમગ્ર દેશમાં ખુબ જ ઊંડો ઘા જીકી દીધો છે. આ ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે.
લોકો આ ઘટનાને લઈને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.આ મામલે વડોદરાના મહારાણી રાધિકારાજે ગાયકવાડે કોલકાતા રેપ કેસનાં વિરોધમાં મેદાનમાં આવ્યા હતા અને મહારાણી રાધિકારાજે ગાયકવાડની સાથે મોટી સંખ્યામાં કાળા વસ્ત્રો ધારણ કરી મહિલાઓ જોડાઇ હતી લક્ષ્મી વિલાસ પેલેસથી સયાજી હોસ્પિટલ સુધી આ મૌન રેલી યોજી હતી અને રેપિસ્ટને મૃત્યુ દંડની સજાની માંગ સાથે મહિલાઓ, LGBTQI સમુદાય પણ મૌન રેલીમાં જોડાયા હતા.
Reporter: admin