વડોદરા : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ મહા શિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવ પરિવાર દ્વારા ભવ્ય શિવજી કી સવારી તથા સાંજે સુવર્ણ જડિત સર્વેશ્વર મહાદેવની સમક્ષ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે તે બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.

શિવ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમોના આયોજન અંગેની ચર્ચા વિચારણા કરવા માટે સંસ્કારી નગરીના શિવ પરિવારના શ્રેષ્ઠીજનો તથા વડોદરા મહાનગરના મેયર પિન્કીબેન સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લા, વડોદરા લોકસભાના સાંસદ હેમાંગભાઈ જોશીની ઉપસ્થિતિ રહ્યા હતા.આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન હોટલ સૂર્યા પેલેસ ખાતે રાખવામાં આવ્યું હતું.







Reporter: admin