News Portal...

Breaking News :

અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું

2025-05-26 16:03:53
અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું


શનિ જયંતીના દિવસે શનિદેવ પ્રગટ થયા. એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે, તો તેઓ તેમને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં મદદ કરે છે. 


આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસ સોમવાર હોવાથી, સોમવતી અમાસનો શુભ સંયોગ થશે. શનિના સાડાસાતી (મોટી પનોતી) અને હૈય્યા (નાની પનોતી)થી રાહત મેળવવા માટે, તમે શનિ જયંતીના દિવસે પીપળાના આ ઉપાયો અપનાવી શકો છો 


ત્યારે વડોદરા શહેર અકોટા ચાર રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિતે મોટી સંખ્યામાં ભગતો એ શનિ મહારાજને સરસિયાનું તેલ અને અડદ ની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભગતો એ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને અને શનિ મંદિર ખાતે મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે. અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. 

Reporter: admin

Related Post