અંબાણી પરિવાર ના લગ્ન પ્રસંગે જામનગર થી લઈ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પરફોર્મ કરનાર રાસ મંડળ નુ ખાસ પરફોર્મન્સ*
છેલ્લા ૨૬ વર્ષ થી ગુજરાત ની સંસ્કૃતિ, સંગીત અને આપણા વારસા એવા ગરબા ના જતન માટે જયેશ ઠક્કર સૌથી મોટા નોન કેમોર્શિયલ ગરબા નુ આયોજન કરી રહ્યા છે. એક પણ જાહેરાત, સ્પોન્સરશીપ વગર, બહેનો દિકરીઓ માટે વર્ષો થી નિઃશુલ્ક, પાસ વગર ગરબે રમાડતા ગરબા આયોજક જયેશ ઠક્કરના લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પામેલ માં શક્તિ ગરબા મહોત્સવ અત્યંત લોકપ્રિય છે. સંવેદન ચેરિટેબલ ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે તેઓ ગુજરાતી ભાષા વિષયક કાર્યક્રમો તથા અનેક સામાજિક ઉત્થાન ની પ્રવૃતિઓ અને સેવા કર્યો કરતા રહે છે.વડોદરા નુ લોકપ્રીય એવા રિષભ ગ્રુપ ન શ્રી અચલ મહેતા તથા કૌશિક મિસ્ત્રી દ્વારા અહીં હજારો યુવા ધન ને મંત્રમુગ્ધ કરતા ગરબા રજૂ થાય છે.
*આ વર્ષ ની થીમ: વડ અને વડોદરા*
ટ્રસ્ટી *આરતી ઠક્કર* આ વર્ષ ની થીમ વિશે વાત કરતા જણાવે છે કે જે રીતે વડોદરાવાસીઓ એ અમને અને માં શક્તિ ને ૨૫ વર્ષ થી આટલો પ્રેમ એન્ડ લાગણી આપી છે આ વર્ષ ની ગરબા ની થીમ અમે વડોદરા અને વડોદરાવાસીઓ ને અર્પણ કરીએ છીએ. આ અમારું વડોદરા ની ધરતી અને વડોદરા ની જનતા ને ડેડીકેશન છે. અમે આગળ મેઈન એન્ટ્રી માં વડ ની પ્રતિકૃતિ ઊભી કરી છે. આગમન થી લઈને સેલ્ફી ઝોન, માતાજી નું મંદિર તથા એન્ટ્રી વે વડ અને વડવાહીયો થી સુશોભિત કર્યા છીએ.
ગુજરાતી સંસ્કૃતિ અને ભાતીગળ રાસ ગરબા ની સાતમે ખાસ રજૂઆત
ગયા વર્ષે ૨૫ વર્ષ ની ઉજવણી ન ભાગરૂપે અમે વિશેષ ડ્રોન શો હું આયોજન કરાયું હતું. આ વર્ષે માં શક્તિ ગરબા મહોત્સવ માં આપણા ભાતીગળ, પારંપરિક ગરબા તથા રાસ ની વિશેષ રજૂઆત થવાની છે. *FILMFARE એવોર્ડ થી લઈને 15 મી ઓગસ્ટ હોય કે 26જાન્યુઆરી, કાંકરિયા કાર્નિવાલ, વાઇબ્રન્ટ નવરાત્રીમાં રાસ કરનાર પારંપરિક વસ્ત્રો માં સજ્જ ૧૫ માલધારી યુવાનો ની મંડળી અહીં વિશેષ આકર્ષણ જમાવશે. FILMFARE એવોર્ડ ફંકશન હોય કે તરણેતર નો મેળો, આ માલધારી રાસ મંડળીએ લોકો ને મંત્રમુગ્ધ કર્યા છે. રાસની પ્રસ્તુતિમાં ભગવાન શ્રી કૃષ્ણને જ કેન્દ્ર સ્થાને રાખી તેમના જ લોકગીતો પર દેશી ઢોલના તાલે અને શરણાઈના સુરે વિવિધ પ્રકારના રાસ પ્રસ્તુત કરવામાં આવે છે. *હુડો, રાહડો, ટેટુડો, છત્રી રાસ, ગોફ રાસ જેવા વિવિધ રાસ ગરબા ની રજૂઆત કરવા સાતમા નોરતે માં શક્તિ ગરબા મહોત્સવ માં આ મંડળી દ્વારા કરવામાં આવશે.*આયોજક તથા મેનેજિંગ ટ્રસ્ટી જયેશ ઠક્કર* વધુ માં જણાવતા કહે છે અમારે મન સેલિબ્રિટી એટલે માતાજી અને માતાજી ને કૃષ્ણ રાધા ના રાસ કરી આપણી ગુજરાતી સંસ્કૃતિ ને જીવંત રાખતા આવા કલાકારો. અમે છેલ્લે દિવસે દરેક ગરબા રસિકો ને પ્રજ્ઞા લેવડાવાના છીએ કે વડોદરા ની શાન એવા વડલાઓ તથા વૃક્ષો કાપીશું નહીં અને પર્યાવરણ ને નુકશાન ન થાય તેનું ધ્યાન રાખીશું તથા વધારે ને વધારે વૃક્ષો વાવી સંસ્કારનગરી ને અમારી થીમ જેમ લીલું છમ્મ રાખીશું.
Reporter: admin







