મ. સ. યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડૉ અનિલ કાણેએ ૮૨ વર્ષનું સાર્થક, સંતર્પક અને પ્રેરણાદાયી જીવન જીવીને શુક્રવાર તા. ૨૬ એપ્રિલે સવારે ૯ વાગે આપણામાંથી વિદાય લીધી છે. એમની અંતિમયાત્રા શનિવાર તા.૨૭ એપ્રિલે સવારે ૮.૩૦ કલાકે, એમના સહયોગ સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળશે. અંતિમવિધી બહુચરાજી મુક્તિધામે ૯.૦૦ કલાકે સંપન્ન થશે.ડૉ કાણે જાણીતા ટૅક્નોક્રેટ, ‘કલ્પસર’ યોજનાના સ્વપ્નદ્રષ્ટા અને પ્રણેતા હતા. એ ઉપરાંત એ ઈન્ડિયન વિન્ડ એનર્જી એસોસિયેશનના સ્થાપક ચેરમેન હતા. વર્લ્ડ વિન્ડ ઍનર્જી એસોસિયેશનનું અધ્યક્ષપદ પણ એ શોભાવી ચુક્યા છે.સુઝલોન એનર્જી સહિત અનેક નૅશનલ અને ઈન્ટરનેશનલ કંપનીઓના ડાયરૅક્ટર બોર્ડ ઉપર પણ ડૉ કાણે સેવાઓ આપી ચુક્યા હતા.એમની સ્મૃતિ આપણને સૌને ચીરકાળ સુધી પ્રેરણા આપતી રહેશે.
Reporter: News Plus