PM મોદીનું રેડ કારપેટ પર થયું ભવ્ય સ્વાગત
બેજીંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પોતાની બે દિવસીય જાપાન યાત્રા પૂર્ણ કરીને ટોક્યોથી ચીનના તિયાનજિન શહેર પહોંચ્યા હતા. તેઓ અહીં શંઘાઈ સહયોગ સંગઠન શિખર સંમેલનમાં સામેલ થશે.

ચીનમાં વડાપ્રધાન મોદી ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે.વડાપ્રધાન મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, 'ચીનના તિઆનજિન પહોંચી ગયો છું. SCO શિખર સંમેલનમાં વિચાર-વિમર્શ અને અલગ અલગ વિશ્વ નેતાઓ સાથે મુલાકાત માટે ઉત્સુક છું.'SCO બેઠકમાં રશિયાના પ્રમુખ પુતિન, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય દેશના દિગ્ગજ વડાઓ સામેલ થશે. આ આયોજન ચીનના તિયાનજિન શહેરમાં થશે. બે દિવસીય આ સંમેલનમાં યુએન મહાસચિવ એન્ટોનિયો ગુટેરસ અને અન્ય નવ આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રમુખ પણ હિસ્સો લેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી - ભારત
પ્રમુખ વ્લાદિમીર પુતિન - રશિયા
પ્રમુખ શી જિનપિંગ - ચીન
પ્રમુખ મસૂદ પેઝેશ્કિયાન - ઈરાન
નાયબ વડાપ્રધાન ઇશાક ડાર - પાકિસ્તાન
પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન - તૂર્કિયે
વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ - મલેશિયા
સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ - યુએન

ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઇહોંગે ગુરુવારે કહ્યું હતું કે, 'SCO સમિટ માટે PM મોદીની ચીન મુલાકાત બંને દેશો વચ્ચેના સમિટ અને દ્વિપક્ષીય સંબંધો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચીન PM મોદીની આ મુલાકાતને ખૂબ મહત્ત્વ આપે છે. PMની ચીન મુલાકાત માત્ર SCO માટે જ નહીં, પરંતુ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઘટના છે. ચીન અને ભારતનું એક કાર્યકારી જૂથ આ મુલાકાતને સફળ બનાવવા માટે તૈયારી કરી રહ્યું છે.'
Reporter: admin







