News Portal...

Breaking News :

પીળાં વુડાના આવાસમાં કચરાની ગાડી ન આવતા સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી

2025-07-21 15:32:07
પીળાં વુડાના આવાસમાં કચરાની ગાડી ન આવતા સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી


શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પીળાં વુડાના આવાસમાં કચરાની ગાડી ન આવતા તથા વરસાદી પાણી ભરાઇ જવાની સમસ્યા મુદ્દે સ્થાનિકોએ પાલિકા કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી 





શહેરના ખોડિયારનગર વિસ્તારમાં આવેલા પીળાં વુડાના આવાસમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાઇ જતાં ડ્રેનેજો ઉભરાય છે જેના કારણે ખરાબ પાણીમાંથી લોકોને અવરજવર કરવી પડે છે. શાળાના બાળકો હોય કે વૃદ્ધો,મહિલાઓને આ પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે ચામડીના રોગો અને મચ્છરજન્ય પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. 

બીજી તરફ ડોર ટુ ડોર કચરાની ગાડી પણ ન આવતા ગંદકીની ભરમાર થી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે જેના કારણે આજે સ્થાનિકોનો મોરચો પાલિકા કચેરીએ પહોંચ્યો હતો અને અધિકારીઓ ને રજૂઆત કરવામાં આવી હતી.

Reporter:

Related Post