વડોદરા : શહેર શિયબાગ વિસ્તારમાં ગેસ વિભાગ દ્વારા ખાડા ખોદીને ગેસની કામગીરી કરવામાં આવી હતી

ત્યારે વોર્ડ નંબર ૧૩ના નગર સેવક દ્વારા જૂના પેવર બ્લોક ની કામગીરી કરતા સ્થાનિક લોકો એ વિરોધ કર્યો છે. આ ફુલપાટ પર સિનિયર સીટીઝન લોકોને ચાલવાની ધની હાલાકી વેઠવી પડે છે. ત્યારે ગેસ વિભાગ દ્વારા ગેસની કામગીરીને લઈને ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારે આજે ફરી એક વખત પેપર બ્લોક ની કામગીરી હાથ ધરવામાં આવી હતી

ત્યારે સ્થાનિક લોકોએ જુના બ્લોક નાખવાની જગ્યાએ નવા બ્લોક નાખશે તેવી માંગ કરી હતી સાથે વોર્ડ નંબર 13 ના નગરસેવક ને પણ રજૂઆત કરી છતાં પણ તંત્ર આંખ આડા કાન કરે છે. છેલ્લા 14 વર્ષથી આજ પેપર બ્લોક નાખવામાં આવ્યા છતાં કેટલીક ઠેકાણે પેવર બ્લોક ની લાઈનો નીકળી જતા સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી અને નવા પેવર બ્લોક નાખવા માટે કયું છતાં પણ તંત્ર જુના જ પેવર બ્લોક નાખતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.




Reporter: admin