અંગુર રબડી બનાવવા માટે ( અંગુર બોલ્સ બનાવવા )1 લીટર દૂધ, દોઢ કપ ખાંડ, પાણી જરૂર પ્રમાણે, એક ચમચી લીબુંનો રસ.રબડી બનાવવા માટે 1 લીટર દૂધ, દોઢ કપ ખાંડ, ચાર ચમચી દૂધમાં કેસર ના તાંતણા પેલાળેલા, બદામ અને પિસ્તાની કતરણ અને ઈલાયચીનો ભૂકો જરૂરી છે.
એક જાડા તડીયા વાળી કડાઈમાં દૂધને ગેસ પર ધીમી આંચ પર ગરમ કરવા મૂકવું. એક ઉભરો આવે એટલે ખાંડ ઉમેરી સતત હલાવતા રેહવું અને થોડુ ઘટ્ટ થવા દેવું. અંગુર બનાવવા માટે દૂધ ગરમ કરી લીબું નો રસ ઉમેરવો એટલે થોડીજ વારમાં પનીર છુટુ પડશે. હવે તેને 15 મિનિટ માટે કપડામાં ફિટ બાંધી લેવું.ત્યારબાદ તેણે બ્લેન્ડર થી ફેટી લેવું જેથી તે સ્મૂથ બને એટલે તેના નાના બોલ્સ બનાવી લેવા.
હવે કુકરમાં પાણી અને ખાંડ ઉમેરી ખાંડ ઓગાડવી. ખાંડ ઓગળે એટલે તેમાં આ બોલ્સ ઉમેરી એક વીસલ વગાડવી. ત્યારબાદ ગેસ બન્ધ કરી કુકર ઠંડુ થવા દેવું. હવે અંગુરને હલકા હાથે નીચોડી ચાસણી નિતારી લેવી. અને બોલ્સ ને રબડીમાં ઉમેરી તેમાં ડ્રાયફ્યૂટ કતરણ, કેસર વાળું દૂધ, ઈલાયચી પાવડર ઉમેરી મિક્સ કરી ફ્રિજમાં ઠન્ડુ પડવા મૂકવું. ઠંડુ થયાં પછી આ બાસુંદી પીરસવી.
Reporter: admin